🔥 TRENDING एटा के रोडवेज बस स्टैंड पर 55 वर्षीय अ... DMK leader says Tamil Nadu's law‑and‑o... मुख्यमंत्री योगी आदित्यनाथ से मारहरा व... रामपुर में आज़म खान को बड़ा झटका, जौहर... Tamil Nadu Government Gives In-Princip... लखनऊ में डीजीपी मुख्यालय ने तीन साल से...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળી અવસરે તલોદમાં શાંતિ સમિતિની બેઠક,પી.એસ.આઈ. કે.વી.વહોનિયાની અધ્યક્ષતા હેઠળ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Oct 2026, 11:42 PM 👁 20
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં તલોદ પોલીસ સ્ટેશનના હરસોલ આઉટપોસ્ટમાં દિવાળી પર્વ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

સાબરકાંઠાના-:
તલોદની હરસોલ આઉટપોસ્ટમાં તલોદ પોલીસ સ્ટેશન હેઠળ પી એસ આઈ કે વી વહોનિયાની અધ્યક્ષતામાં દિવાળી પર્વ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.બેઠકનું મુખ્ય ઉદ્દેશ્‍ય સમુદાયમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જરૂરી પગલાંઓ પર ચર્ચા કરવું અને તહેવાર દરમિયાન શક્ય તણાવને ટાળવું હતું.પોલીસ અધિકારીઓ સ્થાનિક પ્રતિનિધિઓ અને વિવિધ સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા..

તેઓએ સુરક્ષા વ્યવસ્થાઓ,વધારાના પાટ્રોલિંગ અને જનજાગૃતિ કાર્યક્રમો અંગે સહમતી વ્યક્ત કરી.બેઠકમાં સહમતી મુજબ તહેવાર દરમિયાન વધારાના પાટ્રોલિંગ,હોટલાઇન સ્થાપિત કરવી અને કોઈપણ અશાંતિની જાણ તાત્કાલિક કરવા માટે નાગરિકો સાથે સહકાર વધારવાનો નિર્ણય લેવાયો.પોલીસ અધિકારીઓએ નાગરિકોને વિનંતી કરી કે તેઓ શાંતિપૂર્ણ ઉજવણી માટે સહકાર આપે અને કોઈપણ અપ્રિય ઘટના જોવા મળે તો તાત્કાલિક જાણ કરે,જેથી દિવાળીનું પર્વ સુરક્ષિત રીતે પસાર થાય.
📲Get App