🔥 TRENDING राजस्थान में शुष्क मौसम के बीच चक्रवात... नोएडा के भंगेल सलारपुर में भट्ठा कालोन... Haryana Launches Mission SAFALTA to Bo... Haryana Issues Warning to Private Medi... 73-Year-Old Haryana Tourist Dies in Sr... Smriti Irani Warns Social Media Can't...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી શહેરમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવાનો હોય, આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 27 Oct 2026, 09:30 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેરમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવાનો હોય, આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

રાધેશ્યામ ચોકડીથી સોમનાથ મંદિર થઈ લાઠી રોડ તરફ જતા ભારે વાહનોએ રાધેશ્યામ ચોકડીથી સાવરકુંડલા ચોકડી થઈ લાઠી રોડ પરથી પસાર થવાનું રહેશે

જકાતનાકા તરફથી આવતા-જતા વાહનો સોમનાથ મંદિર થઈ લાઠી રોડ ચોકડી બાજુ જતા ભારે વાહનોએ જકાતનાકાથી સોમનાથ મંદિરથી રાધેશ્યામ ચોકડીથી લાઠી રોડ પરથી પસાર થવું

જકાતનાકા તેમજ રાધેશ્યામ ચોકડી તરફ આવતા નાના વાહનો સેન્ટર પોઈન્ટ સુધી જવા જકાતનાકા તેમજ રાધેશ્યામ ચોકડીથી આવતા નાના વાહનો સોમનાથ મંદિરથી જુના જેલ તરફથી બી.આ.પી.એસ મંદિર પાસે થઈ સેન્ટર પોઈન્ટ પરથી પસાર થવું

ચાવંડ તેમજ લાઠી સાઇડથી સેન્ટર પોઈન્ટથી સોમનાથ મંદિર તરફ આવતા મોટા વાહનોએ લાઠી ચોકડીથી રાધેશ્યામ ચોકડીથી સોમનાથ મંદિર રોડ પરથી પસાર થવું


અમરેલી તા.૨૬ ઓક્ટોબર
અમરેલી શહેરમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવાનો હોય, આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વૈકલ્પિક રૂટ-૧ મુજબ રાધેશ્યામ ચોકડીથી સોમનાથ મંદિર થઈ લાઠી રોડ તરફ જતા ભારે વાહનોએ રાધેશ્યામ ચોકડીથી સાવરકુંડલા ચોકડી થઈ લાઠી રોડ પરથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૨ મુજબ જકાતનાકા તરફથી આવતા-જતા વાહનો સોમનાથ મંદિર થઈ લાઠી રોડ ચોકડી બાજુ જતા ભારે વાહનોએ જકાતનાકાથી સોમનાથ મંદિરથી રાધેશ્યામ ચોકડીથી લાઠી રોડ પરથી પસાર થવું.

વૈકલ્પિક રૂટ-૩ મુજબ જકાતનાકા તેમજ રાધેશ્યામ ચોકડી તરફ આવતા નાના વાહનો સેન્ટર પોઈન્ટ સુધી જવા જકાતનાકા તેમજ રાધેશ્યામ ચોકડીથી આવતા નાના વાહનો સોમનાથ મંદિરથી જુના જેલ તરફથી બી.આ.પી.એસ મંદિર પાસે થઈ સેન્ટર પોઈન્ટ પરથી પસાર થવું.

વૈકલ્પિક રૂટ-૪ મુજબ ચાવંડ તેમજ લાઠી સાઇડથી સેન્ટર પોઈન્ટથી સોમનાથ મંદિર તરફ આવતા મોટા વાહનોએ લાઠી ચોકડીથી રાધેશ્યામ ચોકડીથી સોમનાથ મંદિર રોડ પરથી પસાર થવાનું રહેશે.

આ જાહેરનામું તા. ૨૭.૧૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App