🔥 ट्रेंडिंग ਟੋਲ ਪਲਾਜ਼ਿਆਂ ਨੂੰ ਲੈ ਕੇ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਨੇ... पीड़ित की बेटी ने पिता की हत्या पर न्य... शाहरुख खान ने ‘KING’ का नया पोस्टर जार... विध्युत जम्मवाल पर मजाकिया वीडियो से ह... एलिज़ाबेथ रैचल शेली ने 'लागान' सेट पर... कामाल ने रिलीज की नई गीत 'पहला प्यार द...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ સ્થિત એમ.એન. હાઇસ્કુલના પ્રાંગણમાં "અણહીલપુર પાટણના હિન્દુ રાજાઓનો સંક્ષિપ્ત ઇતિહાસ - ઓળખ અણહીલપુર પાટણની" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 27 अक्टू. 2026, 10:25 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ સ્થિત એમ.એન. હાઇસ્કુલના પ્રાંગણમાં "અણહીલપુર પાટણના હિન્દુ રાજાઓનો સંક્ષિપ્ત ઇતિહાસ - ઓળખ અણહીલપુર પાટણની" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

ઇતિહાસ પરથી જ વર્તમાન અને ભવિષ્ય સુદ્રઢ બને છે. તેને ઉજાગર કરવામાં પાટણની ભૂમિ પુણ્યશાળી બની

આ પ્રસંગે પુસ્તકના લેખક મનુજદાસ ગુરુ પ્રાગદાસ બાપા ગોદડીયાએ જણાવ્યું હતું કે, "આજની પેઢી હવે દળદાર પુસ્તકોની જગ્યાએ સંક્ષિપ્ત લેખન વાંચવાનું પસંદ કરી રહી છે, ત્યારે પાટણના રાજવીઓની વીરગાથા લોકોના ઘર સુધી પહોંચે તે માટે આ પ્રયત્ન કર્યો છે."

આ પ્રસંગે ઇતિહાસને અમર બનાવવા માટે કામ કરતી "મહારાણા પ્રતાપ સ્વાભિમાન મંચ" સંસ્થાએ આ કામ માટે સહયોગ આપ્યો હતો. મંચના અગ્રણી સુરેન્દ્રસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, "ભારતભરની શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ પાસે સાચો ઇતિહાસ પહોંચવો જરૂરી છે." તેમણે મહાન હિન્દુ રાજા મહારાણા પ્રતાપની શૂરવીરતા, ત્યાગ, બલિદાન અને વીરતાની વાત પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે દેશમાં યથાયોગ્ય વાતાવરણ બન્યું છે. નક્સલવાદ પર પણ ઉકેલ કસવામાં આવ્યો છે, ત્યારે આઝાદી પછી આજની Zen G પેઢી જો સાચો ઇતિહાસ જાણશે તો ચોક્કસ ભારતનું ભાવી ઉજળું બનશે. મહારાણા પ્રતાપ સ્વાભિમાન મંચ દેશભરમાં હિન્દુ સંસ્કૃતિ, રાજાઓના સાચા ઇતિહાસને ઉજાગર કરવા મદદરૂપ બનશે અને લોકજાગૃતિ ફેલાવશે."

આ પ્રસંગે ડૉ. સોનાજી ચૌહાણે જણાવ્યું હતું કે, "ભારતના અનેક રાજવીઓએ વીરતા, શૌર્ય અને સમર્પણ થકી વિશ્વની સંસ્કૃતિઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે." તેમણે વિયતનામના લોકોએ મહારાણા પ્રતાપની ધરતીને આપેલા માન-સન્માનનો પ્રસંગ ટાંકીને પોતાનું પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગે સુઈગામના સામાજિક અગ્રણી ડૉ. મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, "નવી શિક્ષણનીતિમાં હવે સરકાર પાઠ્યપુસ્તકોમાં સ્થાનિક સાચો ઇતિહાસ ઉજાગર કરી રહી છે, જે ઉત્તમ કાર્ય છે." તેમણે પાટણના રાજવીઓએ હજારો વર્ષ પહેલાં દ્વિ-ધર્મીઓ સામે કરેલા યુદ્ધો, તેમની વેપારનીતિ અને શૌર્યની વાતો રજૂ કરી હતી.

આ પ્રસંગે અખિલ ગુજરાત રાજવી યુવા સંઘના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ પણ પાટણની પ્રભુતાના પ્રસંગો રજૂ કર્યા હતા. તેમણે વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહથી લઈ વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. તેમણે પાટણ નગરના સ્થાપના દિવસની ઉજવણીને પગલે આજે પાટણમાં ૨૫ કરોડના ખર્ચે "નાયકાદેવી મ્યુઝિયમ" આકાર પામી રહ્યું છે, જે ખૂબ પ્રશંસનીય કામ રહ્યું છે.
થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, "ઇતિહાસ પણ રાજપૂતોના ગૌરવ અને સ્વાભિમાનને ભૂલી શકતો નથી. આપણે આપણા ક્ષત્રિય ધર્મને ઓળખીને તેના સંસ્કારને ઉજાગર કરીશું તો ચોક્કસ યુવાનો પણ આ ગુણો અંગીકાર કરશે."

થરાના રાજવી પૃથ્વીરાજસિંહજીએ જણાવ્યું હતું કે, "આજની યુવા પેઢીએ ઇતિહાસને જાણીને તેના સંસ્કારો અંગીકાર કરવા જોઈએ. આ સંમેલનમાં ધર્મ, સંસ્કૃતિ, દેશ અને વ્યક્તિ માટે જીવનાર વિશ્વની અજોડ રાજપૂત જાતિના ગૌરવને વંદના કરવાનું મન થાય છે."
આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર બાબુલ બારોટ અને કવિ કેદારે પણ પાટણના ઇતિહાસને ઉજાગર કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ભરતભાઈ ચૌધરી અને જાણીતા સાહિત્યકાર નવઘણસિંહ વાઘેલાએ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મહારાણા પ્રતાપ સ્વાભિમાન મંચ, અખિલ મહાગુજરાત રાજપૂત સંઘ અને આનર્ત ભારતી વાસાએ કર્યું હતું.
આભાર વિધિ મહારાણા પ્રતાપ સ્વાભિમાન મંચના સંયોજક ખેંગાર યોગીજી દ્વારા કરવામાં આવી
આ કાર્યક્રમમાં ગુજરાત ભરના રાજપૂત સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમને સફળ બનાવવા વાંસા જાગીરના તમામ અગ્રણીઓ સહભાગી રહ્યા હતા.
📲Get App