🔥 ट्रेंडिंग मधुबनी में ट्रैफिक डीएसपी को रिश्वत ले... जिला निर्वाचन अधिकारी ने घाटोल एवं गनो... एसएफआई ने 27 अक्टूबर को चार पश्चिम बंग... बिहार के मुख्य निर्वाचन पदाधिकारी ने स... જૂનાગઢ કોંગ્રેસનું ‘વોટ બચાવો’ અભિયાન,... बिहार के मुख्यमंत्री सम्राट चौधरी से श...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે રૂચિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મહર્ષિ વાલ્મિકીજીની જયંતી નિમિત્તે આયોજિત મહોત્સવમાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 27 अक्टू. 2026, 06:04 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે રૂચિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મહર્ષિ વાલ્મિકીજીની જયંતી નિમિત્તે આયોજિત મહોત્સવમાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વાલ્મિકી સમાજના શ્રેષ્ઠીઓ, પ્રતિભાવાન વિધાર્થીઓ અને સંતો-મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીને વંદન કરવા સાથે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહર્ષિના વિચારોને જીવનમાં ઉતારવાનો, સમાજમાં સમરસતાને મજબૂત કરવાનો અને દરેક વ્યક્તિને સન્માન, સમાનતા અને વિકાસની તક મળે તેવા સંકલ્પને પુનઃ દોહરાવવાનો દિવસ છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રત્યેક વર્ગના નાગરિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સૌને સંસ્કાર કેળવવા, શિક્ષિત બનવા અને વ્યસનથી દૂર રહેવા જેવા ત્રણ સંકલ્પોને જીવનમાં અપનાવવા અનુરોધ કરી, સશક્ત સમાજના નિર્માણ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
📲Get App