🔥 TRENDING રાજુલા એસ.ટી. ડેપોમાં રાત્રિ સુરક્ષા અ... गंगापुर सिटी में रवि पुष्य योग का शुभ... देवरिया में 70 प्रतिभागियों ने स्वच्छत... India vs New Zealand: 3rd T20I Preview... Garividi Lakshmi Sees Steady Box Offic... Netaji's Grandnephew Demands Apology f...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઈસુદાન ગઢવીની મહેનત રંગ લાવી, આખરે સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળ ઘોષણા કરવી પડી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 27 Oct 2026, 09:52 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઈસુદાન ગઢવીની મહેનત રંગ લાવી, આખરે સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળ ઘોષણા કરવી પડી

આખરે સરકાર દ્વારા ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર: આ લડાઈમાં માત્ર ખેડૂતો, શ્રમિકો અને મજૂરોની એકતાની જીત છે : ઇસુદાન ગઢવી

ક્રેડિટ નથી જોઈતી, આજે દ્વારકાધીશ અને સોનલમાઁ સમક્ષ દીવડો પ્રગટાવીને ખેડૂતોની જીતનો ઉત્સવ ઉજવીશું : ઇસુદાન ગઢવી

ગુજરાત સરકારના નોર્મ્સ પ્રમાણે કમોસમી વરસાદમાં ૨૨,૦૦૦ અપાતા હતા, તો દુષ્કાળમાં માત્ર ૮,૫૦૦ રૂપિયા આપી ખેડૂતોની મજાક કરાઈ : ઇસુદાન ગઢવી

પશુઓ માટે બે મહિનાનો માત્ર ૮૦ રૂપિયા પ્રતિ પશુ દીઠ ઘાસચારાનો સહારો ઊંટના મોઢામાં જીરું સમાન : ઇસુદાન ગઢવી

ઉદ્યોગપતિઓને પાણી આપવા સામે વાંધો નથી, પણ દુષ્કાળમાં સૌની યોજનાનું સિંચાઈ પાણી ન આપીને ખેડૂતો સાથે અન્યાય કરાયો : ઇસુદાન ગઢવી

કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર ઉપરાંત બનાસકાંઠા સહિતના અનેક સૂકાગ્રસ્ત વિસ્તારો હજુ પણ જાહેરાતથી વંચિત : ઇસુદાન ગઢવી

મનરેગા યોજનામાં વધારાના નાણાં કે રાહત કાર્યોના પૂરતા દિવસો ન આપીને શ્રમિકો અને ભાગિયાઓની ઉપેક્ષા કરાઈ : ઇસુદાન ગઢવી

૨૦૨૭માં ભાજપ સરકારને બદલી નાંખીને નવા સંકલ્પ સાથે દીવડો પ્રગટાવવાની ચીમકી : ઇસુદાન ગઢવી

પંજાબ સરકારની જેમ હેક્ટર દીઠ ૫૦,૦૦૦ અથવા ગુજરાત સરકારના પોતાના નિયમ મુજબ ૪૪,૦૦૦ રૂપિયા સહાય ચૂકવાય તેવી માંગ : ઇસુદાન ગઢવી

સિંચાઈનું પાણી ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે, ખેડૂતો દેવા માફી નહીં તો સરકાર બદલીને માંગ પૂરી કરાવશે : ઇસુદાન ગઢવી
📲Get App