🔥 TRENDING BJP's Narendra Prasad Singh Wins Tirhu... कर्नाटक के होन्नावर की 2 साल 10 महीने... Pregnant Woman Reshu Dies in Kota Hosp... Gujarat Police Bust Liquor Smuggling R... हांसपुर में पंचायत चुनाव: महेंद्र कुमा... बदायूं के पूर्व विधायक सिनोद कुमार शाक...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસ માટે નર્મદા આરોગ્ય તંત્ર સજ્જ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 27 Oct 2026, 05:32 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને લઈને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. મહાનુભાવો, સુરક્ષા જવાનો અને નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે માટે નર્મદા જિલ્લાની ૨૫ અને અન્ય જિલ્લાઓની ૪૦ મળી કુલ ૬૫ મેડિકલ ટીમો, ૬૫ MBBS તબીબો, ૬૫ એમ્બ્યુલન્સ અને પેરામેડિકલ સ્ટાફ સહિત અંદાજે ૩૯૦ આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરાયા છે. જવાનોના રોકાણ સ્થળોએ ૨૪ કલાક મેડિકલ સેવા ઉપલબ્ધ કરાઈ છે.
ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ૨૧ સ્થળોએ મચ્છરની ઘનતાની તપાસ, ૨૭૦ સ્થળોએ ફોગિંગ અને અંદાજે ૪,૩૦૦ ઘરોમાં એન્ટિલાર્વા કામગીરી કરવામાં આવી છે. પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે ક્લોરિનેશન પણ હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં ૩,૫૫૩ OPD અને ૩૫ IPD કેસોમાં સારવાર અપાઈ છે. અંતરિયાળ વિસ્તારો માટે પાંચ બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે.
કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર, એકતાનગર ખાતે ૫૦, ગરુડેશ્વર હોસ્પિટલ ખાતે ૨૫, બોરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૦ અને GMERS મેડિકલ કોલેજ, રાજપીપળા ખાતે ૩૦ મળી કુલ ૧૨૫ વધારાના બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર યુનિટની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
📲Get App