સાંતલપુરમાં ખુલ્લી ગટરથી પશુઓના જીવને જોખમ!
સાંતલપુરમાં ખુલ્લી ગટરથી પશુઓના જીવને જોખમ! ખેતલા આપા ટી-સ્ટોલ પાસે ગંદકી અને દુર્ગંધથી લોકો પરેશાન
પાટણ જિલ્લા ના સાંતલપુર ગામમાં સર્વિસ રોડ પર ખુલ્લી ગટરની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ, સાંતલપુર ગામમાં આવેલ ખેતલા આપા ટી-સ્ટોલ પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ખુલ્લી હાલતમાં છે. ખુલ્લી ગટરમાં સતત ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક દુકાનદારો, રાહદારીઓ અને ટી-સ્ટોલ પર આવતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ ખુલ્લી ગટરને કારણે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ પશુઓના જીવને પણ ગંભીર જોખમ ઉભુ થયું છે. રાત્રિના સમયે અંધારામાં પશુઓ આ ખુલ્લી ગટરમાં પડી જવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક લોકોની તંત્રને માંગ છે કે, આ ખુલ્લી ગટરની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવામાં આવે અને ગટરને ઢાંકીને સફાઈની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને દુર્ગંધમાંથી મુક્તિ મળે અને પશુઓના જીવનું જોખમ ટળે.