🔥 ट्रेंडिंग ସାଲମାରିକୋଣ୍ଡାରେ ଜୁଆ ଆଡ୍ଡା ଉପରେ ପୋଲିସ ଚ... शिक्षा मंत्री योगेंद्र उपाध्याय के खिल... अमृतसर में सरपंच के भाई की हत्या, रंजि... अमृतसर: सरपंच के भाई की पुरानी रंजिश म... चेन्नई एक्सप्रेस ट्रेक्टर से टकरा, इंज... वाराणसी में स्नातक-शिक्षक MLC चुनाव पर...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

દિવાળી માટે સુરત-વલસાડથી સૌરાષ્ટ્ર તરફ વધારાની ટ્રેનો માંગીને ધીરુ ગજેરાએ મોદીને લખ્યો પત્ર

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 26 अक्टू. 2026, 10:03 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત અને વલસાડથી સૌરાષ્ટ્ર તરફ જતી વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવા માટે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત પત્ર લખ્યો છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓને માદરે વતન પહોંચવામાં કોઈ હાલાકી ન પડે તે માટે સુરત ઉત્તરના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે.

તેમણે દિવાળીના તહેવાર નિમિત્તે સુરત અને વલસાડથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરો તરફ જતી વધારાની સ્પેશિયલ ટ્રેનો તાત્કાલિક ધોરણે શરૂ કરવાની ભારપૂર્વક માંગણી કરી છે. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખવાનો છે.

ધીરુ ગજેરાએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ પગલાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને મોંઘવારીના સમયમાં મોટી આર્થિક રાહત મળી શકે છે. તેમની આ અપીલ દિવાળી દરમિયાન વધેલા મુસાફરી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે.
📲Get App