લુણાવાડામાં રખડતા ઢોરનો ત્રાસ
લુણાવાડા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નો ત્રાસ જોવા મળી રહ્યો છે નગર ના અંદરના વિસ્તારોમાં અને નગરમાંથી પસાર થઈ રહેલ રાજ્ય ધોરીમાર્ગ પર આ રખડતા ઢોર ને કારણે નાનામોટા અકસ્માતો અને વાહનચાલકો તથા રાહદારીઓ ને અડફેટે લઈને ઇજાઓ પહોંચાડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અગાઉ થોડા દિવસ પહેલા આંબેડકર ચોક માં બે આખલો લડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ગઈકાલે પણ લુણાવાડા નગરના ઘાટી વિસ્તાર માં એક એક્ટિવા ચાલક ને આખલા એ ફંગોળી દેતા 1 યુવક ઇજાગ્રસ્ત થયો હતો લુણાવાડા નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ કાયમી નક્કર પગલાં ન લેવામાં આવતા હોવાથી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી લુણાવાડા ના નગરજનો રખડતા ઢોર ના આ ત્રાસ થી કાયમી મુક્તિ મળે તેવી અપેક્ષા નગરપાલિકા અને વહીવટીતંત્ર પાસે રાખી રહ્યા છે