🔥 TRENDING बड़वानी जिले में रबी फसल के लिए उर्वरक... ಬೃಹತ್‌ಬಳ್ಳಾಪುರದಲ್ಲಿನ 3.0 ಪ್ರಮಾಣದ ಭೂಕಂಪ... शाजापुर में 'स्वामित्व अधिकार अभिलेख न... ਰਮਿੰਦਰ ਆਵਲਾ ਨੇ ਕਾਂਗਰਸ ਛੱਡ ਕੇ ਅਕਾਲੀ ਦਲ... भरगामा प्रखंड के मौजहा में स्वर्गीय कु... बालाघाट के चिन्नौर चावल ने भारत अंतर्र...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સંતરામપુર ઘાંચી સમાજે ગુમાવ્યું માનવતાનું મોતી : સેવાભાવી યુવાન અશફાકભાઈ ખેડાપાવાલાનું અકાળે અવસાન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 25 Oct 2026, 11:25 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંતરામપુર ઘાંચી સમાજે ગુમાવ્યું માનવતાનું મોતી : સેવાભાવી યુવાન અશફાકભાઈ ખેડાપાવાલાનું અકાળે અવસાન

સંતરામપુર ઘાંચી સમાજે ગુમાવ્યું સેવાભાવી વ્યક્તિત્વ, યુવાન અશફાકભાઈ ખેડાપાવાલાની અચાનક વિદાયથી શોક

સંતરામપુર (મહીસાગર) - સંતરામપુર ઘાંચી સમાજ માટે અત્યંત દુઃખદ સમાચાર સાંપડી રહ્યા છે. નગરના કોલેજ રોડ વિસ્તારમાં જૂની LIC ઓફિસની બાજુમાં રહેતા અને સદાય સેવા માટે તત્પર રહેતા યુવાન અશફાકભાઈ ખેડાપાવાલા ખૂબ જ નાની વયે અલ્લાહને પ્યારા થઈ ગયા છે. તેમની અચાનક વિદાયથી સમગ્ર ઘાંચી સમાજ અને પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અશફાકભાઈ બે દિવસની ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યા હતા. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ દયાળુ, મૃદુ અને મિલનસાર હતું.

સમાજના કોઈપણ ધર્મના શુભ-અશુભ પ્રસંગ હોય, ધાર્મિક, શૈક્ષણિક કે આરોગ્યલક્ષી કાર્યક્રમ હોય, અશફાકભાઈ તન-મન-ધન અને દિલથી ખડે પગે ઉભા રહેતા. દરેકના સારા-નરસા પ્રસંગે મદદરૂપ થવાની તેમની ભાવનાને કારણે તેઓ નાના-મોટા સૌના પ્રિય હતા.

તેમની ખોટ સમાજ અને તેમના સમગ્ર કુટુંબમાં ક્યારેય પુરાય તેમ નથી. આજે વહેલી સવારે તેમની દફનવિધિ માટે નીકળેલી જનાજામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, જે તેમની લોકચાહનાનો પુરાવો હતો.

સમાજના વડીલો, યુવાનો અને સ્નેહીજનોએ તેમની મગફિરત માટે દુઆ કરી હતી. સૌએ ખુદાને એવી દુઆ કરી હતી કે અલ્લાહ તઆલા મરહુમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ નસીબ ફરમાવે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
📲Get App