🔥 TRENDING ज्योति बाल निकेतन ने मलारना को हराकर स... अंगौथा मौजा के ककरिया गांव में टेसु‑झि... अग्रवाल समाज सेवा समिति की आमसभा उदेई... गंगापुर सिटी के जाट बड़ौदा राजकीय उच्च... கனமழை எச்சரிக்கை — ஆரஞ்சு அலர்ட் गंगापुर सिटी में 1‑25 अक्टूबर तक विशेष...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ભવ્ય ‘ઈસ્કોન વરાછા મંદિર’નો શિલાન્યાસ અને દાતાશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 25 Oct 2026, 06:03 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ભવ્ય ‘ઈસ્કોન વરાછા મંદિર’નો શિલાન્યાસ અને દાતાશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન ઈસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું હતું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ પ્રસંગે ઈસ્કોન મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર સામાજિક અગ્રણીઓ અને રાજસ્વી દાતાશ્રીઓ ઉપરાંત સમગ્ર એશિયા ખંડમાં યોજાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિરાસત ભી, વિકાસ ભી’ વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન સૌએ કરવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું હતું કે, ભગવદ્દ કાર્યમાં યોગદાન આપવા અને તેમાં નિમિત્ત બનવાનો અવસર મળવો એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે, અને આવા આયોજનો સમાજમાં દિવ્યતા અને સદભાવના પ્રેરિત કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ સૌ સાથે મળીને ભક્તિને માત્ર પૂજા-પાઠ સુધી સીમિત ન રાખતાં તેને માનવ સેવા સાથે જોડવા અને યુવાધનની શક્તિને વ્યસનોથી દૂર રાખી રાષ્ટ્ર નિર્માણના પંથે વાળવા આહવાન કર્યુ હતું.
📲Get App