🔥 TRENDING Activist Ends 27-Day Protest Against K... MP CM Releases ₹318 Crore for Crop Ins... कमला देवी गुर्जर ने सरवाड़ पंचायत समित... 0 भ्रष्टाचार राजस्थान के खैरथल-तिजार... PM MODI पर काला जादू? श्मशान घाट में... Cyclone Threatens Two States on Oct 28
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલીમાં પેટેલ માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં પિતા-પુત્ર સામે ૨.૦૮ કરોડની ઉચાપત મામલે ફરિયાદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 25 Oct 2026, 12:28 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી શહેરની જાણીતી પેટેલ માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં પિતા-પુત્ર દ્વારા ૨.૦૮ કરોડની રકમની ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસમાં દાખલ થઈ છે.

અમરેલી શહેરમાં આવેલી પેટેલ માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં પિતા-પુત્ર દ્વારા ૨.૦૮ કરોડની જંગી રકમની ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ભાવનગરના કૌશિકભાઈ બમ્બલદાસ પટેલે મૂળ પાટણના સામી તાલુકાના વરાણા ગામના અને હાલ અમરેલીમાં રહેતા કમલેશભાઈ દેવાભાઈ સિંચવ તથા દિનેશભાઈ કમલેશભાઈ સિંચવ સામે આ ફરિયાદ દાખલ કરી છે.

પેઢીમાં પિતા-પુત્ર નોકરી કરતા હતા અને સંચાલકોને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ હતો, જેના કારણે રોકડ વ્યવહારો અને હિસાબ-કિતાબની જવાબદારી તેમની કાંઠે હતી. તેઓને પેઢીના માલિકો દ્વારા રોકડ જમા કરવાની અને હિસાબ રાખવાની ફરજ સોંપવામાં આવી હતી.

ગત ૨, ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૪માં પેઢીમાં થયેલા હિસાબ મુજબ, કુલ રૂ. ૨,૦૮,૦૦,૦૦૦ની રકમ પેઢીમાં જમા કરાવવાની હતી. પરંતુ પિતા-પુત્રએ માલિકોની જાણ વગર અને વિશ્વાસઘાત કરીને આ રકમને પોતાના હિસ્સા તરીકે અલગ-અલગ રીતે લઇ લીધી, જેના કારણે હિસાબમાં ગડબડ જણાઈ આવી.

પેઢીના માલિકો દ્વારા આ ગડબડીની જાણ થયા બાદ અમરેલી સિટી પોલીસે ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App