🔥 TRENDING डुमरा पुलिस ने 24घंटे के अंदर चोरी कि... अमेठी जनपद के संग्रामपुर थाना क्षेत्र... दारू के बेलासोती पुलिया पर पिकअप दुर्घ... उत्तरी प्रदेश के मऊ में पीएम मोदी की त... Lupin Receives Single USFDA Observatio... Trisha's Coimbatore Visit Sparks Fan F...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં હાર્ટ એટેકથી પોલીસ કર્મચારીનું નિધન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 10:24 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ પર હાજર હોય ત્યારે એ-2 શાખામાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કિરીટદાન ગઢવીને હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું છે..

અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં સોમવારે એક દુઃખદ ઘટના બની છે. અહીં ફરજ પર હાજર હોય ત્યારે એ-2 શાખામાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી કિરીટદાન ગઢવીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો..

મળતી માહિતી મુજબ કિરીટદાન ગઢવીને હાર્ટ એટેક આવતાં તેઓ સ્થળ પર જ ગભરાટમાં આવી ગયા હતા.ત્યાં જ રહેલી સહકર્મચારીઓએ તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા,પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું છે..

આ ઘટનાથી પોલીસ કચેરીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.કિરીટદાન ગઢવીએ પોલીસ વિભાગમાં સેવા આપી હતી અને તેમનું અવસાન થવાથી પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
📲Get App