🔥 TRENDING पटना में 25 अक्टूबर को खड़गे के बड़े क... हजारीबाग बगोदर रोड पर ट्रेलर दुर्घटना,... ઉનાવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તીન-પત્ત... रामलीला के बाद गल्ला मंडी में सांस्कृत... प्रतिमा विसर्जन वारिसलीगंज के माफी गढ़ Breaking news
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સરંભડા મુકામે રૂ. ૨.૭૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Oct 2026, 11:40 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સરંભડા મુકામે રૂ. ૨.૭૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

સરંભડા-હુલરીયા માર્ગનું રૂ. ૨ કરોડના ખર્ચે રિસર્ફેસિંગ સહિત માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાનાં કામો હાથ ધરાશે


અમરેલી, તા. ૨૩ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના સરંભડા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અંદાજિત રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોના પરિણામે સ્થાનિક માર્ગ સુવિધાઓ વધુ સુદૃઢ બનશે તેમજ નાગરિકોને અવરજવરમાં સુગમતા પ્રાપ્ત થશે.

સરંભડા-હુલરીયા વચ્ચેના હયાત માર્ગનું અંદાજિત રૂ. ૨ કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવશે. આ કામગીરીથી માર્ગની હાલત સુધરશે અને વાહનચાલકોને વધુ સુવિધાજનક અવરજવરનો લાભ મળશે. આ ઉપરાંત, અંદાજિત રૂ. ૫૦ લાખના ખર્ચે ગોપાલગ્રામ માર્ગ પર નવીન સ્લેબ ડ્રેઇનનું નિર્માણ કરવામાં આવશે, જેના પરિણામે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે.

તે ઉપરાંત, અંદાજિત રૂ. ૨૫ લાખના ખર્ચે સુવિધાપથ પર રક્ષણાત્મક દીવાલ (પ્રોટેક્શન વોલ)નું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરીથી માર્ગ અને આસપાસના વિસ્તારને જરૂરી રક્ષણ પૂરું પાડવામાં મદદ મળશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને પાયાની સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સરંભ મુકામે હાથ ધરાનારા આ વિકાસકાર્યો સ્થાનિક નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે તેમજ ગ્રામ્ય વિસ્તારની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, સરંભડાના સરપંચ શ્રી વિનુભાઈ દુધાત, સરંભડાના અગ્રણી શ્રી મોટભાઈ સંવટ, અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App