🔥 TRENDING Agraमें शिक्षक खंड MLC चुनाव में 20, 2... নাডিহা বারোয়ারী জিম্নাস্টিক ক্লাবের শত... ঝোরহাট বয়েজ ক্লাবের উদ্যোগে দরিদ্র ও অ... BJP MLA Payal Shankar Uses Controversi... Millet Consumption Rises 30% Nationwid... Arunachal Pradesh Faces 12-Hour Shutdo...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Oct 2026, 11:50 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત

અમરેલી વિધાનસભા ક્ષેત્રના કેરાળા ગામે અંદાજિત રૂ. ૮૦ લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે

સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં વિકાસકાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન

અમરેલી, તા. ૨૩ ઓક્ટોબર
અમરેલી વિધાનસભા ક્ષેત્રના કેરાળા ગામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અંદાજિત રૂ. ૮૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી ભરતભાઈ સુતારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારની માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ થયો છે.

કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગથી બંને ગામો વચ્ચેનું પરિવહન વધુ સરળ, ઝડપી અને સલામત બનશે. આ માર્ગના નવીનીકરણથી સ્થાનિક ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને રોજિંદા આવાગમનમાં નોંધપાત્ર સુવિધા મળશે. માર્ગની સ્થિતિ સુધરવાથી કૃષિ પ્રવૃત્તિઓ, શિક્ષણ અને અન્ય દૈનિક કામગીરી માટેની અવરજવર વધુ સુગમ બનશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિકાસ અને માર્ગ માળખાને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેરાળા-મોટામાંડવડા માર્ગનું રિસર્ફેસિંગ કાર્ય આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, સરપંચ શ્રી હરેશભાઈ રાઠોડ, અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App