🔥 TRENDING सपोटरा किले की चारदीवारी पर फिर दिखे द... सपोटरा किले की चारदीवारी पर फिर दिखे द... लखनऊ मंडल ने पीईटी अभ्यर्थियों के लिए... अम्बेडकरनगर: थाना बेवाना में जिलाधिकार... पश्चिमी राजस्थान में 23 व 24 अक्टूबर क... Tamil Nadu: Sexual Harassment Case Spa...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કુંકાવાવ તાલુકાના તરઘરીથી ખજુરી પીપળીયા માર્ગ પર રૂ. ૭૫ લાખના ખર્ચે પ્રોટેક્શન વોલના કામનું ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Oct 2026, 12:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુંકાવાવ તાલુકાના તરઘરીથી ખજુરી પીપળીયા માર્ગ પર રૂ. ૭૫ લાખના ખર્ચે પ્રોટેક્શન વોલના કામનું ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત

કુંકાવાવ તાલુકાના ખેડૂતોને સૌની યોજનાનો વધુ લાભ મળે તે માટે આશરે રૂ. ૭૧ કરોડના ખર્ચે પાઇપલાઇનનું વિસ્તરણ કરાશે: ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી, તા. ૨૩ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં વિકાસકાર્યોને વધુ વેગ આપવાના હેતુથી ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે તરઘરીથી ખજુરી પીપળીયા માર્ગ પર આશરે રૂ. ૭૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિત અને સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છે. કુંકાવાવ તાલુકાના ખેડૂતોને વધુ લાભ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇનના હાલના વિસ્તારનો વ્યાપ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી માટે વિશેષ મંજૂરી આપી છે. આશરે રૂ. ૭૧ કરોડના ખર્ચે કુંકાવાવ તાલુકામાં સૌની યોજનાની પાઇપલાઇનનું વિસ્તરણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થવાથી આગામી દિવસોમાં તાલુકાનાં વિવિધ ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સૌની યોજનાના પાણીનો વધુ લાભ મળશે, જેના પરિણામે ખેતી અને જળસુવિધાઓને વધુ મજબૂતી મળશે.

આ પ્રસંગે શ્રીમતી રમાબેન હિરપરા, શ્રી જે.ડી. ગુજરીયા, શ્રી પી.વી. વસાણી, કુંકાવાવ એ.પી.એમ.સી.ના ચેરમે, શ્રી ગોપાલભાઈ અંટાળા, શ્રી યોગેશભાઈ લાખાણી સહિતના મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App