🔥 TRENDING जालना जिल्ह्यात खुनांचे सत्र सुरूच! जोकीहाट के बारा इस्टेमरारा गांव में मा... ધાંગધ્રા તાલુકા પોલીસે સંસ્કાર ધામ ગુર... ਕੈਨਰਾ ਬੈਂਕ ਨੂੰ 212 ਕਰੋੜ ਰੁਪਏ ਦਾ ਚੂਨਾ,... संकुल कुमार बने भारतीय किसान यूनियन (अ... मुख्यमंत्री ने निघासन के डॉ भीम राव अम...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ પોલીસની જાળમાં ફેમિલી કોર્ટના સજા વોરંટમાં ૮ મહિનાથી નાસતો-ફરતો આરોપી

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 24 Oct 2026, 08:54 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ફેમિલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી ૮ મહિનાની સાદી કેદની સજા પાછળથી નાસતો-ફરતો આરોપી મોહમ્મદભાઈ સોરઠિયાને ઝડપી પાડવામાં આવ્યો છે.

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના સક્રિય પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ. કે. દેસાઈ અને તેમની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી નામદાર ફેમિલી કોર્ટ, જૂનાગઢના સજા વોરંટના આધારે ધરપકડ ટાળી રહેલા એક આરોપીને આખરે શોધી કાઢવામાં આવ્યો છે.

નામદાર ફેમિલી કોર્ટ, જૂનાગઢ દ્વારા આરોપીને ૦૮ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજા વોરંટને પગલે આરોપી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના PSI એસ. કે. દેસાઈ દ્વારા ખાસ ડ્રાઈવ અંતર્ગત ટીમો રચવામાં આવી હતી. ગુન્હા નિવારણ યુનિટની ટીમે ટેક્નિકલ સેલ અને બાતમીદારોની મદદથી સચોટ માહિતી એકત્રિત કરી.

આ ટીમે આરોપીના લોકેશનને ટ્રેક કરી, સફળતાપૂર્વક છાપો મારી આરોપીને પકડી પાડ્યો. ધરપકડ બાદ આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ધરપકડાયેલ આરોપીનું નામ મોહમ્મદભાઈ સુલેમાનભાઈ સોરઠિયા છે, જે ડોંગરપુર ગામ, તાલુકો જી. જૂનાગઢમાં રહે છે.
📲Get App