🔥 TRENDING कोर्रा: लापता सात वर्षीय बालक को पुलिस... पंचायत चुनाव की तैयारी: 5 लाख अमितासाई... एम्स पटना में दो दिवसीय कार्यशाला आयोज... एम्स पटना में दो दिवसीय कार्यशाला आयोज... विश्व पोलियो दिवस: पोलियो मुक्त मध्यप्... छठ महापर्व से पहले मुनक नहर का होगा का...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં ભરણપોષણના કેસમાં ૧૮૦ દિવસની સજા પામેલા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 05:18 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ભરણપોષણની રકમ ચૂકવવા નકારીને નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરમાંથી પકડી પાડ્યો છે.આરોપીને હિંમતનગરની જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો છે.

સાબરકાંઠામાં-:
ભરણપોષણના કેસમાં નાસતા ફરતા સજા વોરંટના આરોપીને પકડી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) સાબરકાંઠાને સફળતા મળી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) ના સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી સાકરીયા (એલ.સી.બી.) ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર.ચૌહાણ (એલ.સી.બી.) ની રાહબરીમાં ટીમ બનાવીને નાસતા ફરતા આરોપીઓની તપાસ કરવામાં આવી હતી..

ઠાસરાના નામદાર ફેમીલી જજ ફેમીલી કોર્ટના ક્રિ.પ્રા.અ. નંબર ૮૬/૨૦૨૬ ના કામમાં, આરોપી સંજયજી દલપતજી ચૌહાણ (રહે. મુ.પો. ગોલવાડા, તા. ઇડર, જ. સાબરકાંઠા) ને પોતાની પત્નીને ૦૯ મહિનાની ભરણપોષણની રકમ રૂ.૩૭,૦૦૦/- ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ કુલ ૧૮૦ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપીની સજા વોરંટની બજવણી માટે ફેમીલી કોર્ટ ઠાસરા દ્વારા અત્રેની કચેરીને મોકલવામાં આવેલ હતું,પરંતુ આરોપી છેલ્લા ચારેક મહિનાથી નાસતા ફરતા હોવાનું બહાર આવ્યું હતું..

તપાસ દરમિયાન મળી મળતી બાતમી મુજબ આરોપી ગાંધીનગર મુકામે સેક્ટર ૨૫ ખાતે એક સોલર કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાયું હતું.આથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર.ચૌહાણ અને ટીમના માણસોએ ગાંધીનગર મુકામે જઈ આરોપીને શોધી કાઢ્યો હતો. પુછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે સદર સજા વોરંટના કામમાં નાસતા ફરતો હતો અને કોર્ટના હુકમ મુજબની ભરણપોષણની રકમ પોતાની પત્નીને આપી નથી.આમ, તારીખ ૨૩/૧૦/૨૬ ના રોજ આરોપીને હસ્તગત કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટના હુકમ મુજબની કાર્યવાહી માટે તેને હિંમતનગર ખાતે આવેલી જિલ્લા જેલમાં મોકલવાની તજવીજ કરવામાં આવી છે.આમ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા ભરણપોષણના કેસમાં છ મહિનાની સાદી કેદની સજા પામેલા આરોપીને પકડવામાં સફળતા મેળવવામાં આવી છે.
📲Get App