🔥 TRENDING Indian Designer Rahul Agrawal Secures... Bihar Land Dispute Ends in Murder of Y... Bhopal Municipal Council Clash: BJP De... ରବିବାର ଓଡ଼ିଶା ଆସୁଛନ୍ତି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋ... India and Poland sign major bilateral... આરસુરી અંબાજી મંદિરમાં 34મો પાટોત્સવ:...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

એસ ડી એમ અંજાર ની મારી સાથે ફોન માં રાજાશાહી ની જેમ રૂબરૂ આવો પાકિસ્તાન અને તમે કેમ વાપર્યો જાણે પાકિસ્તાન થીએમની ઇગો હણાઈ ગઇ

✍️ Reporter: Jadeja Jitubha velubha 🗓 24 Oct 2026, 01:05 PM 👁 143
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

S.d.m. અંજાર ને હટાવો

હું જડેજા જીતુભા વેલુભા, માનવાધિકાર સુરક્ષા એવં સંરક્ષણ ઓર્ગેનાઇઝેશન (કચ્છ, ગુજરાત) અંતર્ગત સ્વયં સેવક તરીકે ફરજ બજાવું છું. અમો અંજાર સ્થિત રામેશ્વર સોસાયટીના પ્રશ્ને આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ.
​અમારી સોસાયટીના સાર્વજનિક ચોક (ચોક નં. ૩, ૪ અને ૫) પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જવાબદારી સોસાયટીના રહીશોની નથી, પરંતુ વહીવટી તંત્રની છે. આ અંગે જ્યારે મેં અંજાર એસ.ડી.એમ. સાહેબ સાથે ફોન પર વાતચીત કરી અને માત્ર એટલું પૂછ્યું કે, "શું રામેશ્વર સોસાયટી અંજારના સાર્વજનિક ચોકના દબાણો નથી હટાવતા, ત્યાં ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના કાયદા લાગુ પડે છે?"
​આટલી સાદી વાતમાં સાહેબે ફોન કાપી નાખ્યો અને ઉલટાનું એમ કહ્યું કે "પાકિસ્તાન શબ્દ કેમ વાપર્યો?" જાણે પાકિસ્તાન શબ્દ ગેરકાયદેસર હોય! સાહેબ, આટલો રોફ કામ કરવામાં કરો અને મને ફોનમાં કહ્યું કે રૂબરૂ મળવા આવો.
​આ સમગ્ર વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ માનનીય ગૃહમંત્રી શ્રી, કચ્છ કલેક્ટર શ્રી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને મૂકી દેવામાં આવેલ છે, તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી સુધી પણ મોકલવાની કાર્યવાહી ચાલુ છે.
​અમારી સ્પષ્ટ માંગ છે કે:
૧. એસ.ડી.એમ. સાહેબ દ્વારા બતાવવામાં આવતો અયોગ્ય રોફ બંધ કરવામાં આવે.
૨. લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing) કેસ અંતર્ગત અંજાર રામેશ્વર સોસાયટીના સાર્વજનિક ચોક ૩, ૪ અને ૫ પર થયેલા તમામ ગેરકાયદેસર દબાણો ત્વરિત અને કાયદેસર રીતે દૂર કરવામાં આવે.
​આભાર સહ,
​જડેજા જીતુભા વેલુભા
માનવાધિકાર સુરક્ષા એવં સંરક્ષણ ઓર્ગેનાઇઝેશન,
કચ્છ, ગુજરાત
📲Get App