🔥 TRENDING Karnataka Approves Prosecution of IAS... मिर्जापुर में परिवार के साथ देश और देश... Poddar Plumbing Invests ₹1,000 Crore i... नवादा के रजौली थाना में दो आरोपी गिरफ्... RSS Seeks Police Clearance for Karnata... Three-Day Niyaz Sharif and Grand Langa...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ પોલીસે ઉનાના લૂંટ અને અપહરણ ગુનામાં નાસતાં ફરતાં મહિલા આરોપીને પકડી પાડ્યો

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 24 Oct 2026, 09:18 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ 'બી' ડિવિઝન પોલીસે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ લૂંટ તથા અપહરણ ગુનામાં સામેલ નાસતાં ફરતાં મહિલા આરોપી ગીતાબેન ગોહીલને જોષીપરા શાક માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા દ્વારા નાસતાં ફરતાં આરોપીઓને પકડી પાડવાની સૂચનાઓ આપવામાં આવેલી હતી. આ સૂચનાઓને અનુસરીને નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી. ડાંગરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ. વી.એલ. પાતરને ખાનગી રાહે બાતમી મળી કે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ લૂંટ તથા અપહરણ ગુનાના નાસતાં ફરતાં આરોપી જૂનાગઢ જોષીપરા શાક માર્કેટ પાસે ઉભેલ છે. આ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી હસ્તગત કર્યો છે.

પકડાયેલી મહિલા આરોપીની ઓળખ ગીતાબેન રણધીરભાઈ ગોહીલ તરીકે થઈ છે, જે સનબડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથમાં રહે છે. આ કામગીરીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી. ડાંગર, પો.સબ ઇન્સ. એમ.આર. ઝાલા, એ.એસ.આઈ. વી.એલ. પાતર, પો.હેડ કોન્સ. દેવાભાઈ ભારાઈ તથા પો.કોન્સ. રઘુવીરભાઈ વાળા સહિતના પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
📲Get App