🔥 TRENDING Brother kills sibling in Bundi, Rajast... स्कूल जाने के नाम पर लड़कियों की ओयो ह... જામજોધપુરના ધોર્યાનેશ ગામમાં ગેરકાયદે... Mathura चौमुहां में शांति पूर्ण मतदान... Durga Mata ki prati mein Kitna pyar Ha... પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના હેમુ ગઢવી હોલ પાછળ ખાઉં ગલીમાં ગેસની લાઈનમાં ભીષણ આગ, બે લોકો ઈજાગ્રસ્ત

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 23 Oct 2026, 04:25 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સબસ્ટેશન અને JCB પણ આગની ઝપેટમાં આવ્યાં, ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
રાજકોટના હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉં ગલીમાં ગેસની લાઈનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં આવેલું સબસ્ટેશન અને JCB મશીન પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📲Get App