🔥 TRENDING રાજકોટમાં કોરટ ચૌક પાસે વેપારીની ગાડીમ... मोकामा में स्नातक चुनाव के दौरान दो पक... *”बीदर डिस्ट्रिक्ट पुलिस, बसवकल्याण नग... Bomb Explosion Triggers Panic in Odish... Video of Odisha Sprinters’ Final Race... AP Inter 2027 Exam Schedule Unveiled:...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ મુકામે રૂ. ૯૮.૫૪ લાખના ખર્ચે નિર્માણ થનારા પુલનું ખાતમુહૂર્ત પુલના

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 23 Oct 2026, 10:00 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ મુકામે રૂ. ૯૮.૫૪ લાખના ખર્ચે નિર્માણ થનારા પુલનું ખાતમુહૂર્ત

પુલના નિર્માણથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને અવરજવરમાં વધુ સુવિધા મળશે

અમરેલી, તા. ૨૨ ઓક્ટોબર
અમરેલી જિલ્લામાં માર્ગ અને પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વધુ એક વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ મુકામે રૂ. ૯૮.૫૪ લાખના ખર્ચે નિર્માણ થનારા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા નિર્માણ થનારા આ પુલની લંબાઈ ૬ મીટર રહેશે અને તેમાં બે સ્પાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુલના નિર્માણથી સ્થાનિક વિસ્તારના નાગરિકો તેમજ વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળશે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બનશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ દિશામાં માલવણ ખાતે હાથ ધરાયેલું પુલ નિર્માણકાર્ય સ્થાનિક લોકોની અવરજવરને વધુ સુવિધાજનક બનાવવામાં ઉપયોગી બનશે.
📲Get App