🔥 TRENDING बागलपुर‑बांका में राजौन‑जगदीशपुर मार्ग... नीमराना में बालक कृष्णा के अपहरण के आर... અમદાવાદમાં યાર્ડમાં થયેલી ચોરી, ખેડૂતએ... India and Poland Advance Strategic Par... कलेक्टर साकेत मालवीय ने चंदेरी सिविल अ... Ravipudi Faces Intense Online Hate, An...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીમાં સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬નો પ્રારંભ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 23 Oct 2026, 09:38 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીમાં સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬નો પ્રારંભ

શોપિંગ ફેસ્ટિવલથી સ્થાનિક રોજગારી અને મહિલા સ્વાવલંબનને મળશે વેગ – રાજ્યમંત્રીશ્રી

સ્થાનિક બહેનો, કારીગરો અને નાના ઉદ્યોગકારોને મળશે વેચાણ માટે પ્રોત્સાહક પ્લેટફોર્મ

૩૧ ઓક્ટોબર સુધી સિનીયર સિટીઝન્સ પાર્ક-સરદાર પટેલ સર્કલ ખાતે સ્વદેશી મેળાનો લાભ લઈ શકાશે

અમરેલી, તા. ૨૨ ઓક્ટોબર
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના ઉપક્રમે અમરેલી નગરપાલિકા ખાતે આયોજિત ‘સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬’નો પ્રારંભ રાજ્યના ઊર્જા અને કાયદો મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરવા અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વસહાય જૂથોની બહેનો, મહિલા કારીગરો, નાના વ્યવસાયકારો તથા સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલના માધ્યમથી સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવાની સાથે નાગરિકોને સ્થાનિક બનાવટોની ખરીદી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘરે બેઠાં હસ્તકળા અને લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનો તેમજ નાના વ્યવસાયકારોને યોગ્ય બજાર અને પ્લેટફોર્મ મળી રહે તે દિશામાં આ પ્રકારના ફેસ્ટિવલ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા આયોજનો સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવા અને મહિલા સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગી છે. સ્થાનિક ઉત્પાદકોની મહેનત અને કૌશલ્યને યોગ્ય બજાર મળે તો તેમના વ્યવસાયનો વ્યાપ વધવાની સાથે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળે છે.

રાજ્યમંત્રીશ્રીએ સ્થાનિક ઉત્પાદકોની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, અમરેલીની બહેનો દ્વારા હાથથી તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુઓ દુબઈ સહિતનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી વેચાણ માટે પહોંચી રહી છે, જે સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવની બાબત છે. સ્થાનિક બહેનોની સર્જનાત્મકતા, કૌશલ્ય અને મહેનતને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ ઊભી કરી શકે છે. તેમણે પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરતા સ્થાનિક યુવા ઉદ્યોગકારોની કામગીરીને પણ બિરદાવી હતી.

રાજ્યમંત્રીશ્રીએ સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને સતત વેચાણની તક મળી રહે તે માટે આવા મેળાઓનું નિયમિત આયોજન કરવા અનુરોધ કર્યો હતો. વિવિધ હસ્તકલા ઉત્પાદનોને બહેનો અને કારીગરો તરફથી સારો પ્રતિસાદ મળે તો દર ત્રણ મહિને આવા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ માટે નગરપાલિકા તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ અને સહયોગ પૂરો પાડવાની ખાતરી પણ તેમણે આપી હતી.

શોપિંગ ફેસ્ટિવલના પ્રારંભે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને જિલ્લાના અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણીએ પ્રેરક ઉદ્ધબોધન કર્યુ હતું. તેમણે વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી’ના મંત્રને ચરિતાર્થ કરવા નગરજનોને અપીલ કરી હતી.

‘સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬’ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા, મહિલા સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહેશે.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન માંગરોળીયા, ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ પોપટ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, પ્રાંત અધિકારીશ્રી અમરેલી જાડેજા, ચીફ ઓફિસર શ્રી રાઠોડ, અગ્રણી શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી રાજુભાઈ ભુતૈયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, નગરસેવકો, સ્વ સહાય જૂથના મહિલાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App