🔥 TRENDING BESCOM Sets Oct 31, 2026 Deadline for... આખા વર્ષ ની મેહનત ઉપર પાણી ફરી વળીયુ વ... Karnataka Police to Recruit 7,925 New... Karnataka Health Dept Provides Free Co... India Sees 25% Rise in Millet Exports... एक्सरसाइज
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વલસાડમાં નવરાત્રી દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ દ્વારા બાળ સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન

✍️ Reporter: Makvana Chandravadan Bahadurblhai 🗓 23 Oct 2026, 07:31 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની ટીમ દ્વારા તડકેશ્વર, છીપવાડ અને અન્ય વિસ્તારોમાં બાળકોની સુરક્ષા અને અધિકારો અંગે લોકોને સમજાવવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની ટીમ દ્વારા તડકેશ્વર ગોકુલ ગ્રુપ, છીપવાડ, નનકવાડા, ધરમપુર ચોકડી અને જૂજવા પાથરી ખાતે બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ દરમિયાન ગરબા મહોત્સવમાં ઉપસ્થિત બાળકો, વાલીઓ, યુવાનો અને નાગરિકોને બાળકોની સુરક્ષા, બાળ સંરક્ષણ તથા જરૂરિયાતમંદ બાળકો માટે ઉપલબ્ધ હેલ્પલાઇનની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. આવા સમયે બાળકોની સુરક્ષા જળવાય તે માટે વાલીઓએ વિશેષ કાળજી રાખવી, બાળકોને એકલાં ન છોડવાં અને ભીડભાડવાળા સ્થળોએ તેમની સાથે સતત સંપર્કમાં રહેવું જરૂરી છે. આ ઉપરાંત, કોઈ બાળક ગુમ થાય અથવા મુશ્કેલીમાં મુકાય તો તાત્કાલિક મદદ મેળવવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ જાગૃતિ અભિયાન અંતર્ગત બાળમજૂરી, બાળલગ્ન, બાળશોષણ, દુર્વ્યવહાર તેમજ ત્યજી દેવાયેલાં બાળકો સહિત સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકોને મદદ મળી રહે તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ની સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બાળકો સાથે કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અયોગ્ય વર્તનના કિસ્સામાં સમયસર યોગ્ય મદદ મળી રહે અને બાળકોના અધિકારોનું રક્ષણ થાય તે અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ જાગૃતિ કામગીરીનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા પ્રત્યે સમાજમાં જવાબદારીની ભાવના કેળવવાનો, બાળ અધિકારો અંગે જાગૃતિ વધારવાનો અને મુશ્કેલીમાં મુકાયેલાં બાળકોને સમયસર મદદ મળી રહે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો. કોઈ બાળક મુશ્કેલીમાં હોય અથવા તેને સંભાળ અને રક્ષણની જરૂર હોય, તો તાત્કાલિક ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ પર સંપર્ક કરવાનું આપવામાં આવ્યું છે.
📲Get App