अपराध
અરવલ્લી: હોટલના ભાડાના વિવાદમાં સંચાલક પર હુમલો, શામળાજી પોલીસે પાંચ આરોપીઓને ઝડપ્યા..
અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં હોટલના ભાડા અને હિસાબના મુદ્દે થયેલી તકરારમાં હોટલ સંચાલક અને તેમના પરિવારજનો પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરવાના બનાવમાં શામળાજી પોલીસે ગણતરીના દિવસોમાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે..
અરવલ્લીમાં-:
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેર શાંતિનો ભંગ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા મનોહરસિંહ એન.જાડેજાના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગે જરૂરી સુચનાઓ આપી હતી. આ અન્વયે શામળાજી પોલીસ સ્ટેશન દ્વારા હોટલના ભાડા અને હિસાબના મુદ્દે થયેલી તકરારમાં હોટલ સંચાલક અને તેમના પરિવારજનો પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરવાના બનાવમાં ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.ગઈ તારીખ ૧૪/૧૦/૨૦૨૬ના રોજ નેશનલ હાઇવે ઉપર નવા વેણપુર ગામની સીમામાં આવેલી આશીર્વાદ હોટલ ખાતે હોટલના ભાડા અને હિસાબના મુદ્દે થયેલી તકરાર દરમિયાન કેટલાક ઇસમોએ હોટલ સંચાલક અને તેમના પરિવારજનો પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરી મારામારી કરી હતી.આ બાબતે હોટલ સંચાલક દ્વારા શામળાજી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપવામાં આવી હતી.પોલીસે ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૯(૧),૩૨૯(૩),૧૮૯(૨),૧૯૧(૨),૧૯૧(૩),૧૯૦,૬૧(૨),૩(૫),૩૫૧(૩),૩૫૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..
આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મારામારી કરનાર બીજા આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં રાહુલકુમાર સન ઓફ વિનોદકુમાર ધનજીભાઈ (રહે. ચિત્રોડી, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા), દિપક સન ઓફ કાળુભાઈ મોતીભાઈ બોડાત (રહે. હાથીયા, તા. ભિલોડા, જિ. અરવલ્લી), અર્જુનકુમાર સન ઓફ ભરતભાઈ ધર્માભાઈ (રહે. ભટેળા, તા. ભિલોડા, જિ. અરવલ્લી) અને કાયદાના સંઘર્ષ હેઠળ આવેલ બે બાળ કિશોરોનો સમાવેશ થાય છે.આ પ્રશસનીય કામગીરીમાં શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.માલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી.ગોહીલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીનલકુમાર ભીખાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર સોમાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રસીકભાઈ કાવજીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિરીટકુમાર દોલજીભાઈનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓની ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી કાયદાની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.