🔥 TRENDING આણંદ જિલ્લામાં આંકલાવ પોલીસ સ્ટેશનમાં... बारवी धरण प्रकल्पग्रस्तांना मिळणार अनु... Prabhas: Actor's Hidden Talent Reveale... Maharashtra MLC Election: Dr. Pratapsi... Maharashtra MLC Elections 2026: 182 Ca... Maharashtra Animal Husbandry Departmen...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીધામમાં જી.આર.ડી. સભ્યોની કાયમી કાઢી નાખવાના આદેશ સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશનની પુનર્વિચારણા માંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Oct 2026, 12:30 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઈટ્સ ફેડરેશનએ ગાંધીધામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જી.આર.ડી. સભ્યો બાબુભાઈ મકવાણા અને દામજીભાઈ મકવાણા વિરુદ્ધ કાયમી કાઢી નાખવાના આદેશની પુનર્વિચારણા માટે રાજ્યના DGP અને જી.આર.ડી. ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી..

ગાંધીધામ (પૂર્વ-કચ્છ) પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જી.આર.ડી. સભ્યો તરીકે ફરજ બજાવતા બાબુભાઈ માયાભાઈ મકવાણા અને દામજીભાઈ છગનભાઈ મકવાણા વિરુદ્ધ દાખલ થયેલા ગુનાના આક્ષેપો માટે તંત્ર દ્વારા તેમને જી.આર.ડી. સેવામાંથી કાયમી રીતે નામ કમી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.હ્યુમન રાઈટ્સ ફેડરેશન (HRF)એ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને જી.આર.ડી. વિભાગના ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી,જેમાં તેમણે આ આદેશને પુનર્વિચારણા કરવાની વિનંતી કરી છે.સંસ્થાએ જણાવ્યું છે કે પ્રાથમિક આક્ષેપોના આધારે કાયમી કાઢી નાખવું ન્યાયિક પ્રક્રિયાના અંતિમ ચુકાદા પહેલા જ કરવામાં આવ્યું છે,જે સભ્યોના પરિવારની રોજી-રોટી પર ગંભીર અસર કરે છે..

HRFએ માનવતાના ધોરણે અને ન્યાયના હિતમાં આ આદેશને ફરીથી વિચારવા બંને સભ્યોને સેવા પુનઃસ્થાપિત કરવા અથવા યોગ્ય રાહત આપવાની ભારપૂર્વક માંગણી કરી છે.તેમણે આ બાબતમાં તાત્કાલિક પગલાં લેવા અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો છે.આ રજૂઆત બાદ સંબંધિત અધિકારીઓની પ્રતિસાદ અને આગળની કાર્યવાહી અંગે માહિતી મેળવવામાં આવી રહી છે,જેથી કાયદાકીય પ્રક્રિયાની પારદર્શિતા અને ન્યાયસંગતતા જાળવવામાં આવે.
📲Get App