🔥 TRENDING સુરતમાં 70 વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધ... સુરતના પલસાણા તાલુકા કારેલી ગામમાં હેલ... श्मशान घाट में चिता से उठा धमाका, मलबे... સુરતમાં ઓલપાડમાં બાઇક અકસ્માતમાં ત્રણ... Man Arrested in Jammu & Kashmir for Po... Punjab Contractors Halt Work, Demand 5...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગુલાબનગરમાં જૂની અદાવતમાં ડ્રાઇવર પર ચાર વ્યક્તિઓનો હુમલો

✍️ Reporter: VIKRAM PATA 🗓 22 Oct 2026, 05:07 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુલાબનગરની જૂની અદાવતમાં ડ્રાઇવર પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક મેઇન રોડ પર સોનલ ફાર્મ નજીક જૂની અદાવતને લઈને ડ્રાઇવર અરબાજખાન અયુબખાન બ્લોચ પર હુમલો કર્યાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ, પાંચ વર્ષ પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખીને નીલેશ ઉર્ફે નીલિયો કણજારીયાએ ફરિયાદીને ગાળો આપી ડાબી આંખ પાસે મુક્કો માર્યો હતો, જ્યારે મોઇન બસર વાઘેર અને અન્ય બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત યુવાનને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સિટી બી-ડિવિઝન પોલીસે નીલેશ ઉર્ફે નીલીયો કણજારીયા, મોઈન બસર વાઘેર તથા બે-અજાણ્યા ઇસમો વિરૃધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 352, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App