જામનગરમાં ખુલ્લી કેનાલની ગટરમાંથી વધુ એક લાશ મળી: અંધ આશ્રમ પાસેની ઘટનાથી ચકચાર, પોલીસ તપાસ શરૂ
જામનગરમાં અંધ આશ્રમ પાસે આવાસ સામે| આવેલી ખુલ્લી કેનાલની ગટરમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બિ્રગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી મૃતકની ઓળખ મેળવવા અને મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.