આજ રોજ રાજુલા તાલુકાના શ્રી ભેરાઈ ગામે શ્રી ભેરાઇ પે.સેન્ટર શાળામાં શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ નો કાર્યક્રમ
આજ રોજ રાજુલા તાલુકાના શ્રી ભેરાઈ ગામે શ્રી ભેરાઇ પે.સેન્ટર શાળામાં શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ નો કાર્યક્રમ ઉજવાયો જેના મુખ્ય મહેમાન રાજુલા જાફરાબાદ ના માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યશ્રીનું ઢોલ અને સામૈયા કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય મહેમાન હીરાભાઈ સોલંકી દ્વારા પોતાના વક્તવ્યમાં શાળાને જરૂરી ફર્નિચર તેમજ જરૂરી વ્યવસ્થા માટે રૂપિયા પાંચ લાખની શાળાને સહાય આપવા માટેની જાહેરાત કરવામાં આવી અને શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ તે બદલ ખુબ ખુબ આભાર માન્યો અંતે કાર્યક્રમને આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી અરજણભાઈ વાઘ તથા તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ગુજરીયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તખુભાઈ તથા ગામના સરપંચ શ્રી વાલાભાઈ રામ ઉપસરપંચ શ્રી ભોળાભાઈ રામ તથા રામપરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સનાભાઇ તથા તાલુકા કેળવણી નિરીક્ષક ભરતભાઈ કલસરિયા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ક્રિપાલસિંહ જાડેજા તથા રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ધાંધલ તથા જિલ્લા સંઘના ખજાનચી શ્રી પ્રમોદભાઈ કાનપરિયા તથા શાળાના આચાર્ય શ્રી અરશીભાઈ જાળોંધરા તથા બિલ્ડીંગ જેના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે એવા આદિનાથ બિલ્ડકોન ના માલિક શ્રી જીગ્નેશ ભાઈ પરમાર તાલુકા ટીઆરપી શ્રી નિલેશભાઈ લકુમ તથા ગૌતમભાઈ ગુજરીયા તથા ગામના વિવિધ સમાજના આગેવાનો તથા માજી સરપંચ ટપુભાઈ રામ તથા લક્ષ્મણભાઈ રામ દુલાભાઈ રામ તથા એસ.એમ.સીના અધ્યક્ષ આતુભાઈ રામ એસએમસી ના શિક્ષણવિદ ચેતનભાઇ વ્યાસ તથા માજી સરપંચના પુત્ર લાલભાઈ રામ તથા માજી તાલુકા પંચાયતના સદસ્ય લાલાભાઈ રામ તથા પીઠાભાઈ રામ તથા શાળા એસએમસીના સભ્યો તેમજ ભેરાઇ પે. સેન્ટર શાળા ની તમામ પેટા શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો અને અન્ય શાળાઓ માંથી આચાર્યશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારી હતી
એકંદરે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા એસએમસી સભ્યશ્રીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ પેટા શાળાના આચાર્યશ્રીઓ એ ભારે જહમત ઉઠાવી હતી
એકંદરે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા એસએમસી સભ્યશ્રીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ પેટા શાળાના આચાર્યશ્રીઓ એ ભારે જહમત ઉઠાવી હતી