🔥 TRENDING बाराबंकी के कोतवाल सुधीर सिंह की मूंछे... Odisha Gears Up for Durga Puja Visarja... Kotia Dispute Emerges in Odisha Vigilance Raid Conducted Today GMDC declares ₹223.54 crore dividend,... Gujarat government defends non‑veg ban...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના પાલોદમાં દિવાળી અને લગ્ન પ્રસંગે ૨૦ લાખની મિલકત ચોરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 10:25 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના પાલોદમાં દિવાળી તહેવાર અને બે દીકરાઓના લગ્નની તૈયારીઓ વચ્ચે તસ્કરોએ ઘરમાં ઘૂસીને ૨૦ લાખથી વધુની મિલકત ચોરી લીધી છે.

સુરત જિલ્લાના કીમ ચારરસ્તા નજીક આવેલા પાલોદના મહેબૂબનગર વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે. દિવાળી તહેવાર અને ઘરના બે દીકરાઓના લગ્નના પ્રસંગ ટાણે જ તસ્કરોએ ઘરમાં ઘૂસીને રૂ. ૨૦ લાખથી વધુની મિલકત ચોરી લીધી છે.

ઘરમાલિક ફિરોઝભાઈ શેખે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, તેમના બે ભાઈઓના લગ્ન નજીક હોવાથી ઘરમાં તૈયારીઓ ચાલુ રહી હતી. રાત્રે પરિવારના સભ્યો હોલમાં સૂઈ ગયા હતા, ત્યારે તસ્કરોએ ઘરના આગળના ભાગેથી ઉપર ચઢીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.

આ દરમિયાન તસ્કરોએ ઘરમાં રહેલી મિલકત ચોરી લઈને ફરાર થઈ ગયા છે. આ બનાવથી પરિવારમાં શોક ફેલાયો છે અને પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.
📲Get App