Local
હિંમતનગરમાં રોડની દુર્દશા: આઠ મહિનાથી પ્રજા પરેશાન, તંત્ર નિષ્ક્રિય
હિંમતનગર શહેરના ખેડ તસીયા રોડ પર રિલાયન્સ મોલથી મહાવીરનગર ચાર રસ્તા સુધીનો માર્ગ આઠ મહિનાથી બિસ્માર હાલતમાં છે. સ્ટોર્મ વોટર લાઇન માટેના ખોદકામ બાદ સમારકામ પૂરું ન થવાના કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
હિંમતનગર શહેરના હાર્દ સમાન ખેડ તસીયા રોડ પર આવેલા રિલાયન્સ મોલથી મહાવીરનગર ચાર રસ્તા સુધીનો માર્ગ છેલ્લા આઠ મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્ટોર્મ વોટર લાઇન નાખવા માટે કરાયેલા ખોદકામ બાદ આજદિન સુધી રસ્તાનું સમારકામ પૂરું કરવામાં આવ્યું નથી, જેના કારણે નગરપાલિકા તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
માર્ગ પરની ઉબડખાબડ સપાટી, ઊંડા ખાડા અને સતત ઊડતી ધૂળને કારણે ટુ-વ્હીલર ચાલકો માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બન્યું છે. આ ઉપરાંત ફોર-વ્હીલર ચાલકો અને રાહદારીઓ પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. દરરોજ અવરજવર કરતા લોકો માટે આ રસ્તો નર્ક સમાન બની ગયો છે.
સતત ઊડતી ધૂળના કારણે લોકોના આરોગ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. શ્વાસ સંબંધી બીમારીઓ થવાની ભીતિ સર્જાઈ છે, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.