🔥 TRENDING ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆ ಹೊಳಲ್ಕೆರ ತಾಲ್ಲೂಕು ಚಿ... સુરતનાં માંગરોળ તાલુકાના ડુંગરી ગામમાં... गांव मच्छरहेडी में 1962 पशु चिकित्सा श... शराब के नशे में दबंगों ने बुजुर्ग और उ... સુરતમાં 70 વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધ... સુરતના પલસાણા તાલુકા કારેલી ગામમાં હેલ...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લાખાબાવળ નજીક સ્કોર્પિયો એન કાર સાથે ટક્કરથી બાઈકચાલકને ગંભીર ઇજા

✍️ Reporter: VIKRAM PATA 🗓 22 Oct 2026, 05:09 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાખાબાવળ પાસે એક બાઈકચાલક સ્કોર્પિયો એન કારની ટક્કરથી ગંભીર ઇજા પામ્યો, સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા.

જામનગરના લાખાબાવળ ગામે સેવન સિઝન્સ રિસોર્ટ નજીક કાચા રસ્તા પર મહીંદ્રા કંપનીની કાળા કલરની નવી (સ્કોર્પિયો એન) કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી કાર હંકારી એક્સેસ બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્સેસ બાઈક નં. GJ-10-DH-8838 ના ચાલક રામદેવસિંહને જમણા પગમાં તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે તેમના નાના ભાઈ અજયસિંહ યોગેન્દ્રસિંહ વાળાની ફરિયાદના આધારે પંચ બી-ડિવિઝન પોલીસે (સ્કોર્પિયો એન) ના ચાલક યશપાલસિંહ અખુભા જાડેજા (રહે.જામ-ખંભાળીયા) સામે BNSની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App