🔥 TRENDING अमन और अंशुमान ने हरगांव (सीतापुर) से... Violent Clash in Pathankot Over Bike D... Punjab government employees and pensio... Major Update for Travelers Heading to... Jaipur Airport to See Surge in Flights... BJP Candidate in Rajasthan Accuses BAP...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દામનગર-લીલીયા રેલ્વે ટ્રેક પર માલગાડીની અડફેટે સિંહ, વન વિભાગે શરૂ કર્યું સર્ચ ઓપરેશન

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 22 Oct 2026, 02:36 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં પીપાવાવથી ઢસા તરફ જતી માલગાડીએ સવારે બે સિંહોને અડફેટાયા છે. ઘટના બાદ વન વિભાગે ડ્રોન અને પગી ટીમની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

અમરેલી જિલ્લાના લીલીયા અને દામનગર વચ્ચેના રેલ્વે ટ્રેક પર આજે વહેલી સવારે સિંહ ટ્રેનની અડફેટે આવ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી માલગાડી સવારે લગભગ ૬:૩૦ વાગ્યે દામનગર-લીલીયા સેક્શનમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બે સિંહો રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, જેના કારણે ટ્રેનનું એન્જિન સિંહના પાછળના ભાગે અને પૂંછડી પર ફરી વળ્યું હતું.

ઘટના બાદ રેલ્વે ટ્રેક પર સિંહની પૂંછડી, વાળ અને લોહીના નિશાન મળી આવ્યા છે. જોકે, ઘાયલ સિંહ સ્થળ પરથી જંગલ તરફ નાસી ગયો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા જ લીલીયા રેન્જ વન વિભાગ અને ભાવનગર રેલ્વે ડિવિઝનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં ડ્રોન અને પગી ટીમની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દામનગર-લીલીયા રેલ્વે ટ્રેક બૃહદ ગીર વિસ્તારમાં આવે છે, જ્યાં સિંહોની અવરજવર કાયમી રહે છે. આ પહેલા પણ ઓક્ટોબર ૨૦૨૪ માં લોકો અને પાયલોટની સતર્કતાથી ૪ સિંહોનો આબાદ બચાવ થયો હતો. વન વિભાગે હજુ સુધી સિંહના મોતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
📲Get App