🔥 ट्रेंडिंग फ़तेहपुर में मूर्ति विसर्जन के दौरान द... टंडवा में दिनदहाड़े बालू उठाव पर सुशी... ग्वालियर में शीतला माता मंदिर हादसे के... पूर्व RBI गवर्नर D Subbarao ने कहा, भा... बक्सोई गांव में कई घरों से बकरियों की... भारत और न्यूज़ीलैंड ने नई मुक्त व्यापा...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

જૂનાગઢમાં સોશિયલ મીડિયા દ્વારા યુવતીને ફસાવી દુષ્કર્મ, ત્રણ આરોપીઓની ધરપકડ

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 22 अक्टू. 2026, 09:38 AM 👁 89
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલેજ વિદ્યાર્થીનીને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી બહારગામની એક યુવતીને સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ) દ્વારા પ્રેમજાળમાં ફસાવી, ખોટી ઓળખ આપી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તાલાળાના ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝે પોતાની ઓળખ અપરિણિત તરીકે આપી યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો, જ્યારે તે અસલમાં પરિણિત હતો. યુવતીએ સંબંધ તોડવા પ્રયાસ કરતાં આરોપીએ તેનો મોબાઈલ અને વોટ્સએપ હેક કરી ડરાવી-ધમકાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, યુવતી ગર્ભવતી બનતાં મિત્રની મદદથી ખાનગી હોસ્પિટલમાં તેની જાણ બહાર ગર્ભપાત (અબોર્શન) પણ કરાવી નાખવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે મુખ્ય આરોપી ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ, સોહેબ અને અશફાક એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે કેસની વધુ તપાસ SOG PI ને સોંપવામાં આવી છે.
📲Get App