Local
જામનગરમાં કચરાના ટ્રકની ટક્કરથી એસ.ટી. બસનું આગળનું કાચ તૂટી ગયું
Watch on:
📘 Facebook
જામનગરમાં કચરાના ટ્રક અને એસ.ટી. બસની ટક્કરથી બસનું આગળનું કાચ નુકસાન થયું.
જામનગરના સાત રસ્તા પાસે પુલ નીચે કચરાના ટ્રકના ચાલકે રિવર્સમાં પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી એસ.ટી. બસને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. તા.20/10/26ના રોજ બનેલા આ બનાવમાં એસ.ટી. બસ નં. GJ-18-ZT-2652ના આગળના ભાગનો સંપૂર્ણ કાચ તૂટી જતાં આશરે રૂ. 40 હજારનું નુકસાન થયું હતું. આ અંગે એસ.ટી. બસના ડ્રાઇવર બાબુભાઈ હુરાભાઈ ભરવાડની ફરિયાદના આધારે જામનગર સીટી બી-ડિવિઝન પોલીસે કચરાના ટ્રક નં. GJ-10-TY-6181ના ચાલક સામે BNSની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.