🔥 TRENDING स्वर्गीय ब्रह्मानंद पहलवान का निधन बागपत पुलिस का बड़ा एक्शन, टटीरी चौकी... करौली में शुद्ध आहार मिलावट पर बार अभि... जिला परिषद वार्ड 13 कार्यालय का उद्घाट... बिहार में नवरात्र के दौरान छाती पर कलश... करौली के राधा मदन मोहन मंदिर में शरद प...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં કાપોદ્રા અને અમરોલી વિસ્તારમાં જૂથ અથડામણ અને મારામારીના બે અલગ-અલગ બનાવો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 11:47 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં કોલેજમાં જૂથ વર્ચસ્વ મુદ્દે થયેલી તકરાર બાદ યુવકો પર હુમલો થયો છે, જ્યારે અમરોલીમાં એપાર્ટમેન્ટના ટેરેસ પર ગરબા રમવા બાબતે પરિવારો વચ્ચે મારામારી થઈ છે.

સુરત શહેરમાં કાપોદ્રા અને અમરોલી વિસ્તારમાં જૂથ અથડામણ અને મારામારીના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેથી વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે.

કાપોદ્રા વિસ્તારમાં કોલેજમાં જૂથ વર્ચસ્વ મુદ્દે થયેલી તકરાર બાદ ઘાતક હથિયારો સાથે ધસી આવેલા ટોળાએ યુવક તથા તેના મિત્રો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકોને ગંભીર ઈજાઓ પહોંચાડાઈ છે.

જ્યારે અમરોલી વિસ્તારમાં એપાર્ટમેન્ટના ટેરેસ પર ગરબા રમવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા પરિવારે પાડોશીઓ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ પ્લાસ્ટિકના પાઈપ અને ઢીકાપાટુ વડે પાડોશીઓને મારી પીટ્યા હતા.

આ ઉપરાંત, હુમલાખોરોએ પાડોશીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બંને મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App