🔥 TRENDING बाराबंकी के कोतवाल सुधीर सिंह की मूंछे... Odisha Gears Up for Durga Puja Visarja... Kotia Dispute Emerges in Odisha Vigilance Raid Conducted Today GMDC declares ₹223.54 crore dividend,... Gujarat government defends non‑veg ban...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સુરતના ઉમરપાડામાં તાપી-કરજણ લિંકની પાઇપલાઇન તૂટી, ખેતરોમાં પાણી ભરાઈ ગયું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 10:28 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે તાપી-કરજણ લિંક યોજનાની પાઇપલાઇન તૂટવાથી ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે, જેના કારણે ખેતીના કામકાજ પર અસર પડી છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે તાપી-કરજણ લિંક યોજનાની પાઇપલાઇન તૂટી ગઈ છે. ગતરોજ બનેલી આ ઘટનાને કારણે ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ સ્થિતિને કારણે ખેતીના કામકાજ પર નોંધપાત્ર અસર પડી છે.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ પાઇપલાઇન માત્ર એક જ વર્ષમાં તૂટી પડતાં તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા તાપી-કરજણ લિંક યોજનામાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવાયો હતો અને તૂટેલી પાઇપલાઇનનું સમારકામ તરત જ શરૂ કરવામાં આવ્યું છે.

આ ઘટના બાદ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ઘટનાની યોગ્ય તપાસ થાય. તેમણે જવાબદારી નક્કી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવા માંગી છે.
📲Get App