Religion
કેશોદમાં મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર રાસ સાથે ભવ્ય નવરાત્રી ઉજવણી...
કેશોદ શહેર અને તાલુકામાં મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા સામુહિક નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમાજની દીકરીઓએ તલવાર રાસ રજૂ કરીને સ્ત્રી સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો..
કેશોદ શહેર તેમજ તાલુકામાં વસતાં મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા સામુહિક નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આસુરી શક્તિનો નાશ કરવા દેવી શક્તિએ શસ્ત્રનો સહારો લીધો હતો,એ પરંપરા સનાતન ધર્મની રક્ષા માટે રાજપૂત સમાજ દ્વારા નિભાવી હતી,જેનો ઉલ્લેખ લોકસાહિત્ય અને લોકવાર્તાઓમાં જોવા મળે છે.કેશોદ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ નવરાત્રી રાસોત્સવ દરમિયાન સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું થયું હતું..
જ્યાં દીકરીઓએ તલવાર રાસ રજૂ કરીને દેખાવ આપ્યો હતો.આ ઉજવણી દરમિયાન સમાજ દ્વારા દીકરીઓને રાષ્ટ્ર અને આત્મરક્ષણ માટે લડાયક અને નીડર બનાવવાનું ઘડતર કરવામાં આવ્યું હતું.માં શક્તિની આરાધના સાથે આધુનિક મ્યુઝિક સિસ્ટમના સંગાથે રાસ ગરબાની રમઝટનો લ્હાવો કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં મહિયા ક્ષત્રિય સમાજના પરિવારો દ્વારા આસ્થાભેર ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર નગરના ભાવિકો અને ખેલૈયાઓએ રાસ ગરબા રમીને માં અંબેની આરાધનામાં સહભાગી થયા હતા.નવરાત્રિના નવલાં દિવસોમાં સમાજમાં સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે તલવાર રાસ અને તલવારબાજી રજૂ કરનાર દીકરીઓને રાષ્ટ્ર અને આત્મરક્ષણ માટે અભિગમ અપાવવામાં આવ્યો હતો.આ અનોખી પહેલને દીકરીઓ માટે આશિષ સમાન ગણાવીને સમાજના વડીલો અને આગેવાનોએ તેની પ્રશંસા કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ નવરાત્રી રાસોત્સવ દરમિયાન એકતાના સંદેશ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી..
આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં યુવાનો અને સમગ્ર સમાજના સહકારનું મહત્વપૂર્ણ મૂલ્ય છે. સમાજના સભ્યોએ મળીને આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવને સફળ બનાવ્યો હતો, જે દ્વારા સમાજમાં એકતા અને પરંપરાગત મૂલ્યોનું પાલન કરવામાં આવ્યું છે.