🔥 TRENDING जमुई टाउन थाना में चोरी की घटना पर गुड... बकेली में सतीश चंद्र गुप्ता ने 12 टन र... ਦਲੇਰ ਮਹਿੰਦੀ ਦੇ ਹੱਕ 'ਚ ਨਿੱਤਰੇ ਅਨੁਪਮ ਖੇਰ... 🔴 Breaking: गुज़राय पुलिस ने लखनऊ से... વડોદરામાં માતા દુર્ગાની પૂજા અને વિદાય... ग्वालियर में दशहरा शस्त्र पूजन: कलेक्ट...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ઉનાવા ગામ નું તળાવ બન્યું ગંદગી નું સામ્રાજ્ય

✍️ Reporter: Husain Dhoki 🗓 21 Oct 2026, 10:43 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરકારી તંત્રની ઘોર બેદરકારી: ઉનાવા ગામનું તળાવ બન્યું ગંદકીનું સામ્રાજ્ય!
• સ્થળ: ઉનાવા ગામ, તાલુકો ઉંઝા, જીલ્લો મહેસાણા
મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઐતિહાસિક ઉનાવા ગામે સ્થાનિક તળાવની હાલત અત્યંત દયનીય અને ખરાબ થઈ ચૂકી છે. તળાવમાં ચારેય તરફ જંગલી વનસ્પતિ (વેલ) અને કચરાના ઢગલા જામી ગયા છે, જેના કારણે પાણી સંપૂર્ણપણે ઢંકાઈ ગયું છે.
ગામની મધ્યમાં આવેલા આ મહત્વના તળાવની આવી દુર્દશા હોવા છતાં સ્થાનિક પ્રશાસન કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. તળાવની યોગ્ય સફાઈ ન થવાને કારણે આસપાસના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ગામ લોકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી તળાવની કાયાપલટ કરવામાં આવે.
📲Get App