રાજકોટના મવડી બાયપાસ રોડ પર રાધા કૃષ્ણ એપાર્ટમેન્ટમાં આગ: ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી આગ પ્રસરી, અનેક બાઇક અને સાયકલ આગની ઝપેટમાં
રાજકોટના મવડી બાયપાસ રોડ પર આવેલા રાધા કૃષ્ણ એપાર્ટમેન્ટમાં સોમવાર, તા. ૧૯ના રોજ મોડી રાત્રે અંદાજે ૧ વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈ ચોથા માળ સુધી પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં અનેક બાઇક અને સાયકલ આગની ઝપેટમાં આવી હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી