🔥 TRENDING Meghalaya bowlers restrict Manipur to... फिरोजाबाद में रामलीला मंचन से पहले सफा... South Indian Films Like 'Dasara' and '... US Senator Rubio to Meet Reliance on V... CJP leaders Saurav Das and Ashutosh Ra... Tipra Motha MLA condemns racial harass...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ શહેરના હાંસલપુર ગામમાં જૂની અદાવતમાં છરી વડે હુમલો, એક વ્યક્તિ ઇજાગ્રસ્તવિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં હુમલાખોરો સામે ગુનો નોંધાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 21 Oct 2026, 12:58 AM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના હાંસલપુર ગામમાં જૂની અદાવતને લઈને એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવતાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, હાંસલપુર ગામમાં રહેતા સોમાભાઈ ભલાભાઈ રાઠોડ તેમની પત્ની સાથે ગામમાં આવેલા ચામુંડા માતાના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મગનભાઈ જગાભાઈ ચાવડાના ઘર નજીક પહોંચતાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સોમાભાઈ રાઠોડને પગના પિંડીના ભાગે ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઉપરાંત, હુમલા દરમિયાન આરોપીઓએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે સોમાભાઈ ભલાભાઈ રાઠોડની ફરિયાદના આધારે હાસલપુર ગામના રણજીતભાઈ સતીસભાઈ મકવાણા સામે વિરમગામ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App