🔥 TRENDING Ramnager road accident *ગોધરા તાલુકાના સાંપા અને વાવડી ગામે ક... कोटा में दुर्गा विसर्जन के दौरान नाव प... Gauri Joins Indian Army as Lieutenant,... Blind sculptor Ram Pal creates divine... Devdha rod kam suru nhi abhi tak
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા, હિંમતનગર: ઝહીરાબાદ ગ્રામ પંચાયતમાં મૃત્યુ પામેલા કાદરભાઈ મનસૂરીના નામે નોટિસ આપવાના મામલે સરપંચ રફીક મેમણની કામગીરી સામે તપાસની માંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 12:50 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝહીરાબાદ ગ્રામ પંચાયતમાં મૃત્યુ પામેલા કાદરભાઈ મનસૂરીના નામે નોટિસ આપવાના પ્રકરણમાં સરપંચ રફીક મેમણની કામગીરીને લઈને અરજદાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસ અને પદમુક્તિની માંગ કરવામાં આવી છે..

સાબરકાંઠામાં-:
હિંમતનગર તાલુકાની ઝહીરાબાદ ગ્રામ પંચાયતમાં સરપંચ રફીક મેમણની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે કારણ કે મૃત્યુ પામેલા કાદરભાઈ મનસૂરીના નામે નોટિસ જારી કરવામાં આવી હતી.અરજદારે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી,કાયદેસરની તપાસ અને સરપંચને પદમુક્તિ કરવાની માગણી કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઝહીરાબાદ ગ્રામ પંચાયત હસ્તકના સર્વે નંબર 112ની જમીન પર કાદરભાઈ મનસૂરી તથા તેમના ભત્રીજાની દુકાનો,ઓરડીઓ અને ખુલ્લી જગ્યા હતી..

અગાઉ આ મિલકત સંબંધિત વહીવટી કાર્યવાહી, ટેક્સ વસૂલાત અને બાંધકામ માટેની રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી, પરંતુ દસ્તાવેજો અને પંચાયતના રેકોર્ડની ચકાસણી કર્યા વિના નોટિસ જારી કરવામાં આવી હતી કે નહીં, તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.સરપંચ રફીક મેમણે મૌખિક રીતે જણાવ્યું કે 16 તારીખે ટીડીઓ (તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર) હાર્દિકભાઈ રાઠોડે ફોન કરીને તેમને કચેરીમાં બોલાવ્યા હતા,જ્યાં સાગર કન્સ્ટ્રક્શનના માલિક યાકુભાઈ મેમણ,મૃતક કાદરભાઈ મનસૂરી અને તેમના ભત્રીજાને નોટિસ આપવાની સૂચના આપવામાં આવી હતી.તેમણે કહ્યું કે ટીડીઓની સૂચનાના આધારે જ નોટિસો જારી કરવામાં આવી હતી.આ મામલે ટીડીઓની કચેરીના પ્રતીક્ષા ખંડનું સીસીટીવી ફૂટેજ આરટીઆઈ હેઠળ માંગવામાં આવ્યું છે, જેથી 16 તારીખે સરપંચને કચેરીમાં બોલાવ્યા હતા કે નહીં અને નોટિસ આપવાની પ્રક્રિયા કઈ કાનૂની જોગવાઈ હેઠળ કરવામાં આવી હતી તે સ્પષ્ટ થઈ શકે. અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.હાલમાં સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જનતા આ પ્રકરણમાં હકીકત બહાર આવવાની અપેક્ષા રાખે છે.
📲Get App