🔥 ट्रेंडिंग झारसुगुड़ा के रेलवे कॉलोनी में दुर्गा... ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિન પર શહીદ જવાનો... तिलहर के ग्राम कटिया में बुजुर्ग श्री... বসিরহাটের আরবেলিয়া গ্রামে বিশ্বনাথ বস... MLA Raja Gouda Nayak Invited to Mass W... अगसौली पुलिस चौकी को थाना बनाने की तैय...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવા રાજ્ય સરકારની સંપૂર્ણ સજ્જતા...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 21 अक्टू. 2026, 01:49 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવા રાજ્ય સરકારની સંપૂર્ણ સજ્જતા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે સતત વધી રહેલી વીજ માંગ અને પુરવઠાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ; ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા...

રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી...

🔹 કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી રોજના 10થી 11 રેલવે રેક અને નવેમ્બરથી રોજના 13થી 14 રેકનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી.

🔹 રાજ્યનાં વીજ મથકોમાં કોલસાનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

🔹 સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી 1300+ મેગાવોટ તથા હાઇડ્રો સ્ટેશનમાંથી 1200+ મેગાવોટ વીજળી રાજ્યને ફાળવવામાં આવી છે તે 2028-29થી તબક્કાવાર ઉપલબ્ધ થશે.

🔹 વર્ષ 2031-32ની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી વધુ 5000+ મેગાવોટ વીજળી ફાળવવા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી.

🔹 બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ તથા લોંગ ટર્મ પ્લાનિંગની દિશામાં સરકાર સમયબદ્ધ રીતે આગળ વધશે...
📲Get App