*ગોધરા તાલુકાના સાંપા અને વાવડી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા સામુહિક શસ્ત્રપૂજન કરાયું.*
સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ પંચમહાલ સંગઠનના નેજા હેઠળ સાંપા ગામે અને વાવડી ગામે એમ બે(2) અલગ અલગ સ્થળોએ સામુહિક શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ પોતાના શસ્ત્ર(તલવાર) પૂજા કરી.આ પ્રસંગે સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ ઠાકોર,વનરાજસિંહ જાદવ,રાજેન્દ્રસિંહ પરમાર વિગેરે આગેવાનોએ હાજરી આપી.