स्थानीय
શ્રી સમસ્ત કોળી સમાજે કેશોદમાં નવરાત્રી મહોત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન કર્યું..
કેશોદમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહોત્સવમાં સમાજની એકતા,સંગઠનશક્તિ અને સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી.આ કાર્યક્રમમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા,માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠીયા અને ઋષિભારતી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..
સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યુવાનો, કાર્યકરો, દાતાશ્રીઓ અને સહયોગીઓએ ભારે જહેમત ઉઠાવી, જેના કારણે મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો.શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં ભાઈચારો, પરસ્પર સહકાર અને સંગઠનભાવનાને મજબૂત બનાવે છે અને નવી પેઢીને સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડવાનું કાર્ય કરે છે.