પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આજરોજ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા દેશની સુરક્ષા અને જનસેવા અર્થે ફરજ બજાવતા શહીદ થયેલ વીર પોલીસ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં શહીદ પોલીસ જવાનોને તેઓના રાષ્ટ્ર સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન ને યાદ કરી તેઓની શૂરવીરતા કર્તવ્યપાલન માટે શોક સલામી આપી તેઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા