🔥 TRENDING Sanjay Raut Clarifies After BJP Critic... Delivery Agent Extinguishes Kitchen Fi... Composer Thaman cracks jokes about act... 'The Paradise' Telugu Song 'Yeshanagul... Karnataka woman plots husband's murder... KSRTC Extends Dasara Tour Packages in...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કતારગામ-ગજેરા સર્કલ માર્ગ પર કાંસા નગર બ્રિજ ઉદ્ઘાટન પહેલાં જ વિવાદમાં, દશેરાની તારીખ ચૂકી ગઈ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Oct 2026, 10:17 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરના કતારગામથી ગજેરા સર્કલ તરફના માર્ગ પર ટ્રાફિક ભારણ હળવું કરવા માટે બનેલો કાંસા નગર બ્રિજ ઉદ્ઘાટન પહેલાં જ વિવાદ અને વિલંબના વમળમાં ફસાયો છે. દશેરા સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપવા છતાં બ્રિજ ખુલ્લો મુકાયો નહીં.

શહેરના કતારગામથી ગજેરા સર્કલ તરફના માર્ગ પર ટ્રાફિકનું ભારણ હળવું કરવાની આશા જગાવતો કાંસા નગર બ્રિજ હવે ઉદ્ઘાટન પહેલાં જ વિવાદ અને વિલંબના વમળમાં ફસાયો છે. આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા અગાઉ ત્રણ-ત્રણ વખત મુદત લંબાવવામાં આવી ચૂકી છે, છતાં નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ ન થતાં હવે શાસકો પણ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ સામે કડક વલણ અપનાવી આકરા પાણીએ છે. દશેરાના પાવન પર્વે બ્રિજના એક તરફના હિસ્સાને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની હૈયાધારણા પોકળ સાબિત થતાં ઉદ્ઘાટનનું કોકડું વધુ ગૂંચવાયું છે.

કતારગામ-ગજેરા સર્કલ માર્ગ પરથી દૈનિક પસાર થતા સેંકડો વાહનચાલકો લાંબા સમયથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ કામગીરી ઝડપથી પૂર્ણ કરી બ્રિજ ખુલ્લો મુકવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર દ્વારા દશેરા સુધીમાં કામ પૂરું કરવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમ છતાં, ઉદ્ઘાટનનો કાર્યક્રમ આગળ ધકેલવાની નોબત આવી છે.
📲Get App