Defence
ચીખલી તાલુકાના બારોલીયા ગામના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગે હાશકારો લીધો.
Watch on:
📘 Facebook
ચીખલી તાલુકાના બારોલીયા ગામના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરે પુરાઈ
ચીખલી તાલુકાના બારોલીયા ગામના યાશીનભાઈ ઇસ્માઇલભાઇ ના ઘર પાસેના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરામાં ઝડપાઈ , જેનાથી સ્થાનિક લોકોમાં હાશકારો ફેલાયો, આ દીપડીને પકડવા માટે એક અઠવાડિયાથી ફોરેસ્ટ વિભાગ ના અધિકારીશ્રી પિન્ટુભાઈ પટેલ સાહેબના ભારી જહેમત ઉઠાવી અંતે આજ રોજ કદાવર દીપડી પાંજરે પુરાઈ. ગામના સરપંચ શ્રીમતી નીતાબેન હર્ષદભાઈ પટેલ અને સ્થાનિક લોકો એ નિરાંત અને શાંતિ નો શ્વાસ લીધો. ગામના આગેવાન હર્ષદભાઈ પટેલે કહ્યું કે આજ રીતે જંગલી પ્રાણીઓનો ઉપદ્રવ વધશે તો જાહેર જીવનમાં ભારે ચિંતા વિષય બની જશે. જેથી વન વિભાગ તાકીદે યોગ્ય નિર્ણય લેવો પડશે ? ચીખલી તાલુકામાં અવર નવર દીપડાઓ ગામના ફળિયા અને સીમાડાઓમા નજરે પડે છે.હવે વન વિભાગ તાકીદે શું પગલાં લેશે તે જોવું રહ્યું.
આ ઘટના ચીખલી તાલુકા, બારોલીયા ગામમાં બની, જ્યાં ગામના લોકો હાશકારો વ્યક્ત કરી રહ્યા છે.
આ ઘટના ચીખલી તાલુકા, બારોલીયા ગામમાં બની, જ્યાં ગામના લોકો હાશકારો વ્યક્ત કરી રહ્યા છે.