🔥 ट्रेंडिंग भारत‑फ़्रांस ने एआईआईएमएस नई दिल्ली मे... झाबुआ सिविल अस्पताल के शौचालय में नवजा... ભરૂચની કલેક્ટર કચેરી નજીક માર્ગ પર ઓઇલ... BBMP Launches QR Code-Based Digital ID... Regional Science Centres Distribute Fr... हरियाणा में 20 अक्टूबर 2026 की ताजा खब...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાજકોટમાં પાનમાવાને લઈને થયેલી બોલાચાલીમાં હત્યા, ત્રણ આરોપીઓ પકડાયા

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 20 अक्टू. 2026, 04:31 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં પાનમાવાને લઈને થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી શાંત ગણાતું રંગીલું રાજકોટ છેલ્લા 28 દિવસથી રક્ત રંજિત બની ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 28 દિવસમાં એક નહીં બે નહીં, પરંતુ 6-6 હત્યાએ રાજકોટને હચમચાવી નાખ્યું છે. આવાં વાતાવરણમાં રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકરનગર નજીક 12-13 ઓક્ટોબરની મોડી રાત્રે એક નવી ઘટના સામે આવી છે.

આ ઘટના માત્ર પાનમાવા ખાવા જેવી નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં હત્યામાં સામેલ મુખ્ય આરોપી અને સગીર સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App