🔥 TRENDING India's First High-Tech Bengaluru-Mumb... Irrigation Department Releases Tungabh... BSF Meghalaya unveils scenic 'Run Abov... Kittur Utsav set for grand three-day c... Meghalaya Politics: Regional Party Fac... Amit Shah Interacts with Press in Ludh...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠામાં એલ.સી.બી.એ રિર્ટઝ કારનો પીછો કરી ૧૦૩૨ બોટલો વિદેશી દારૂ અને બિયરનો મુદામાલ કબજે કર્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 04:58 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાંકરેજ તાલુકાના ઉંબરી-મુડેઠા રોડ પર નાકાબંધી દરમિયાન ભાગી છૂટેલી રિર્ટઝ કારનો એલ.સી.બી. દ્વારા પીછો કરી મુડેઠા પાવરગ્રીડ નજીકથી ઝડપી લેવામાં આવી હતી. યા કારમાંથી કુલ કિંમત ૫,૬૫,૩૨૦ રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે..

બનાસકાંઠામાં-:
દારૂબંધી બાબતે રાજ્ય સરકારની 'જીરો ટોલરન્સ' નીતિ અનુરૂપ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લાની સરહદો પરથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગુનામાં સંડોવાયેલા ઈસમો સામે અસરકારક નાકાબંધી કરવા અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.આ સૂચના આધારે ડી.એમ. રાઠોડ (પોલીસ ઇન્સ્પેક્ટર), પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ. ગઢવીની ટીમો દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબુદ કરવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.એલ.સી.બી. પાલનપુરના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રધાનજીની ટીમને મળેલી બાતમી હકીકત આધારે કાંકરેજ તાલુકાના ઉંબરી ગામથી મુડેઠા તરફ જતા રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી..

તે દરમિયાન એક શંકાસ્પદ રિર્ટઝ કારને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે કાર રોકવાને બદલે ભાગી છૂટી હતી.આ પછી એલ.સી.બી.ની ટીમ દ્વારા લગભગ એક કલાક સુધી તે કારનો પીછો કરીને મુડેઠા ગામના પાવરગ્રીડ નજીકથી ઝડપી લેવામાં આવી હતી.ઝડપી લેવાયેલી રિર્ટઝ કાર નં. GJ-08-R-7029 ની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની ૧૦૩૨ બોટલો મળી આવી હતી. આ મુદામાલની કુલ કિંમત ૫,૬૫,૩૨૦ રૂપિયા છે, જેમાંથી દારૂની કિંમત ૨,૬૫,૩૨૦ રૂપિયાની છે. યા કારના ચાલક સહિતના આરોપીઓ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.કબજે કરવામાં આવેલો મુદામાલ અને રિર્ટઝ કાર સહિતની ચોક્કસ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.આ પ્રશસનીય કામગીરીમાં ડી.એમ. રાઠોડ (પોલીસ ઇન્સ્પેક્ટર),જે.એસ. ગઢવી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર), આર.બી. જાડેજા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર), પ્રધાનજી (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર), અમરતભાઈ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર), કાનસિંહ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર), જયપાલસિહ (પોલીસ કોન્સ્ટેબલ), મુકેશકુમાર (પોલીસ કોન્સ્ટેબલ) અને આશીશકુમાર (પોલીસ કોન્સ્ટેબલ) જેવા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
📲Get App